________________
વ્યા
જે પિતા અને પુત્ર, માતા અને દીકરી, રાજા અને પ્રધાન, શેઠ અને નોકર સાથે જ દીક્ષા લે, સાથે જ યોગ વહે અને સાથે જ વડીદીક્ષા લે તો તેમને નાના-મોટા શી રીતે ગણવા? તે આ પ્રમાણે ગણવા, પિતા વગેરે મોટા પુરુષો અને પુત્ર વગેરે નાના છ જવનિકાય. અધ્યયન અને વેગ વહેવા વગેરેની ક્રિયા કરીને એક સાથે યોગ્યતાને પ્રાપ્ત થયા હોય તો તેઓને અનુક્રમે સ્થાપિત કરવા, કદાચ થોડુંક અંતર રહી જતું હોય તો જરા રાહ જોવી અને બનતાં સુધી પિતા વગેરે મોટા પુરુષોને મુખ્ય પદે રસ્થાપિત કરવા; એટલી છૂટછાટ મૂકવામાં ન આવે તે પિતા વગેરે માટઓને પુત્રાદિક ઉપર અપ્રીતિનું કારણ થાય. પુત્ર વગેરે જે બુદ્ધિશાળી હોય અને પિતા વગેરે મંદ બુદ્ધિવાળા હોય તે સ્વાભાવિક રીતે જ બંનેની વચ્ચે મેટું અંતર પડી જાય. આવા પ્રસંગે વૃદ્ધ પિતાદિકને આ પ્રમાણે બાધ આપવો:-“હે મહાભાગ્યશાળી ! તમારો પુત્ર બુદ્ધિમાન છે, પરંતુ તમારા ખાતર બીજા સાધુઓથી પાછળ રહી જશે, તમે જે અનુજ્ઞા આપતા હો તો તેને મોટા તરીકે સ્થાપન કરીએ, તેમાં તમારા પુત્રનું જ નહિ પણ તમારું ગૌરવ છે, આ રીતે સમજાવવાથી જે વડીલ રજા આપે તો, પુત્ર વગેરેને પ્રથમ સ્થાપન કરવા અને રજા ન આપે તે ન સ્થાપવા. સાતમા ક૫ સંપૂર્ણ.
‘પ્રતિકમણ” એટલે પાછા ફરવું તે. અતિચાર લાગે કે ના લાગે પણ પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને નિરંતર પ્રતિક્રમણ કરવું જ જોઈએ. બાકીના બાવીશ તીર્થકરના સાધુઓને તો અતિચાર લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમાં પણ બાવીશ તીર્થકરના સાધુઓને
હતો
Jain Education International
For Private & Personal Use Only