________________
“तिन्निवि थीआं वल्लहां कलि कज्जल सिंदूर।
ए पुण अतीहि वल्लहां दूध जमाइ तूर॥१॥ સ્ત્રીઓને ફ્લેશ-કજીઓ, કાજળ અને સિંદૂર એ ત્રણ ચીજ પ્રિય હોય છે, પરંતુ દૂધ, B જમાઈ અને વાજિત્ર તે અતિશય વહાલાં પ્રિય હોય છે.'
તેથી નગરની નારીઓ, વાજિંત્રોના નાદ સાંભળતાં જ હાવરી બાવરી બનીને, પિતાનાં વિટ કામ અધૂરાં મૂકીને દોડવા લાગી. તે આ પ્રમાણે : કેએક સ્ત્રી આંખમાં કાજળ આંજવાને બદલે ગાલ ઉપર લગાવવા લાગી અને ગાલ ઊપર કસ્તુરી લગાવવાની હતી તેને આંખમાં આંજી દીધી ! કેઈ સ્ત્રીએ પગમાં પહેરવાનું ઝાંઝર ઊતાવળને લીધે ગળામાં પહેરી લીધું અને ગળામાં પહેરવાનો રમણીય કંઠે પગમાં પહેરી લીધો ! વળી કઈ સ્ત્રીએ ડોકમાં પહેરવાનો હાર ઊતા- | વળથી કમ્મરે પહેરી લીધો અને કમ્મરમાં પહેરવાનો, રણઝણાટ કરતી ઘુઘરીવાળા કંદોરો ડોકમાં પહેરી લીધો ! કોઈ સ્ત્રીએ ઉત્સવ જેવાની ઉતાવળમાં, શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગશીર્ષચંદન વડે પગ રંગી નાખ્યા અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાને રસ આખા શરીરે લગાવી દીધો ! અરધું સ્નાન કરેલી, ભીજાએલા શરીરમાંથી ટપકતા જળવાળી અને વીખરાયેલા વાળવાળી, ઊતાવળથી દોડી આવતી કોઈ સ્ત્રીને જોઈ લોકો પ્રથમ તો ભય પામ્યા. પણ
૩૧૪
Jein Ede
For Private & Personal Use Only
library.org