________________
જ
વસ્ત્ર કાંટામાં ભરાઈને પડી ગયું ત્યારે તેણે તે લઈ લીધું.
આ પ્રમાણે પ્રભુએ સવસ્ત્ર ધર્મની પ્રરૂપણ કરવા માટે એક વરસ અને એક મહિનાથી કાંઇક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું. ત્યારપછી જીવન પર્યત પ્રભુ અચેલક અને કરપાત્રી જ રહ્યા.
આ પ્રમાણે વિહાર કરતા કરતા ભગવાન એક વખત ગંગા નદીના કિનારે આવ્યા. ત્યાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુના પડેલાં પગલાંની પંક્તિને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ | વગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થએલાં જોઇને પુષ્પ નામનો એક સામુદ્રિક વિચારવા લાગ્યો કે :-“ખરેખર! આ રસ્તેથી કોઈ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, અને જે તેમની સેવા કરવાને લાભ મળે તો મારો પણ ઉદય થઈ જાય' એમ ચિંતવીને પગલાંના આધારે આધારે પ્રભુ પાસે આવી પહોંચ્યા. ભગવંતને જોઈને તે વિચારવા લાગ્યો કે:-“આજસુધી મહા મહેનતે પ્રાપ્ત કરેલું સામુદ્રિકશાસ્ત્ર ખોટું કર્યું. આવાં ઉત્તમ લક્ષણવાળો પુરુષ જે આવાં કષ્ટ અને વ્રત આચરતો પ્રત્યક્ષ દેખાય તે હવે બધાં સામુદ્રિકશાસ્ત્રો પાણીમાં જ બાળી દેવાં જોઈએ. આ પ્રમાણેનાં પુપનાં વિચારતરંગ ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણી લીધા. તેથી તેણે તુરત જ ત્યાં આવી. પ્રભુને વંદન કરી પુછપને કહ્યું કે:-“હે સામુદ્રિક ! તું વિષાદ ન કર, તને જે તારા સામુદ્રિકશાસ્ત્ર ઊપર અભાવ ઊપજે છે, તેને માટે તું તેના મર્મને નથી સમયે એ ખેદની
ANY IS
Jan Education into
For Private & Personal Use Only
www.ane brary.org