________________
ૐ -
જ્યા
નયન
બહાર પ્રતિમાધ્યાને ઊભા રહ્યા.
પછી તે સંગમે અવિધજ્ઞાનથી પ્રભુના અસ્ખલિત વિશુદ્ધ પરિણામ જાણ્યા. શરમથી તે ઝંખવાણા પડી ગયા અને પ્રભુને વંદન કરીને કહેવા લાગ્યો કે: “હે સ્વામી! શક્રંદ્રે સુધર્મસભામાં આપના સત્ત્વની જે પ્રશંસા કરી હતી તે મને યથાર્થ જ લાગી છે. મેં આપના ઘણા અપરાધ કર્યા છે—એ બદલ મને ક્ષમા આપે.” આ પ્રમાણે કહી, વિલખા થઇને, શક્રની બીકથી પ્રભુને વંદન કરી સાધર્મ દેવલાક તરફ ચાલ્યા ગયા. ત્યારપછી તેજ ગાકુળમાં જતી એક વૃદ્ધ ગાવાલણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. તે દાનથી સંતુષ્ટ થએલા દેવાએ ત્યાં વસુધારા વગેરે પાંચ દિવ્યા પ્રગટ કર્યાં. સંગમ દેવસભામાંથી ઉઠીને ચાલી નીકળ્યા હતા ત્યારથી, સાધર્મવાસી દેવદેવીઓના ઉદ્વેગના પાર ન હતા. શક્રેન્દ્રે સાધર્મસભામાં ચાલતાં નાચ-ગાન તથા રંગ-વિલાસ પશુ તજી દીધાં હતાં. તે ચિંતા કરવા લાગ્યો કે: “મારી પ્રશંસા સાંભળીને જ સંગમ, પ્રભુને ઉપસર્ગાના નિમિત્ત બન્યા.” આવા વિચારો કરતા, હાથ ઊપર મસ્તક ટેકવીને વ્યગ્ર ચિત્તે નીચું મુખ રાખીને શક્રેન્દ્ર બેઠા હતા. એટલામાં પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થએલા, કાળું પડી ગયું છે મુખ જેનું તેવા સંગમ ત્યાં જ આવતા દેખાયા. ઈંદ્રે પોતાની નજર ફેરવી નાખીને, બીજા દેવોની સામે જોઇને કહ્યું કેઃ “હે દેવા! આ કર્મચંડાલ પાપાત્મા આવે છે, તેનું મુખ જેવાથી પણ પાપ લાગે તેમ છે. એણે આપણા સ્વામીને બહુ રીતે કનડીને, મારો મોટા અપરાધ કર્યા છે. એ દુષ્ટ આપણાથી તેા ન ડર્યા, પરંતુ પાપથી પણુ ન
Jain Education International
For Private & Personal Use Only
૩૪
www.jainelibrary.org