________________
દધિવાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજપુત્રીને એક સુભટ પકડીને પોતાના કબજામાં રાખ્યાં. તે સુભટે ધારિણી રાણીને પોતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સતી પોતાની જીભ કચરીને મરણ પામી. ત્યારપછી, તે સુભટે વસુમતીને આશ્વાસન આપીને પોતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૌશાંબી નગરીના બજારમાં જ્યાં ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાં વેચવા માટે લાવ્યા. તે વખતે તે નગરને ધનાવહ નામનો એક શેઠ ત્યાંથી પસાર થતો હતો. તેણે તે વસુમતીને ખરીદી લીધી અને પોતાના ઘેર લઈ જઈ પુત્રી તરીકે રાખી. તે બાળાના ચંદન જેવા શીતલ વચનથી શેઠે તેણીનું નામ ચંદના રાખ્યું. પછી શેઠ તેણીના ઊપર એક પુત્રી તરીકેનો રહ રાખવા લાગ્યા.
એક વખતે શેઠ બપોરના ઘેર જમવા આવ્યા. તે વખતે બીજી કઈ દાસી વગેરે હાજર નહિ હોવાથી ચંદનાએ શેઠના પગ ધોવા માંડ્યા. પગ ધોતાં જોતાં ચંદનાને કેશપાશ સહસા વિખરાઈ ગયે, અને માથાના વાળ ભીની થએલી ભૂમિ ઉપર પડીને ગંદા થવા લાગ્યા. શેઠે પિતાની પુત્રીના વાળ મેલા ન થઈ જાય તે માટે, સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઉંચા કર્યા અને આદરથી બાંધી દીધા. ઝરૂખામાં બેઠેલી શેઠાણી-મૂળાએ આ દશ્ય જોયું તેણી વિચાર કરવા લાગી કે –“ખરેખર ! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. નક્કી ભવિષ્યમાં આ બાળાને શેઠ પિતાની સ્ત્રી બનાવશે, અને મારી બુરી વલે થશે.
૩૬૮
Jain Education International
For Private & Personal Use Only