________________
હવેલીઓવાળી તથા મજબુત કિલ્લાવાળી વિનીતા નગરી વસાવી. પછી ભગવાને રાજ્યમાં ઊંચી જાતના ઘોડા, હાથી, બળદ અને ગાયો વગેરેને પણ સંગ્રહ કરાવવો શરૂ કર્યો. તેઓએ રાજવ્યવસ્થા માટે ઉગ્ર, બેગ, રાજન્ય અને ક્ષત્રિય એમ ચાર કૂળની સ્થાપના કરી. જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓ ઉગ્રકુળમાં ગણાયા અને તેઓને આરક્ષક–કોટવાળના નામથી સંબોધવામાં આવ્યા. જેઓ ભેગને યોગ્ય હતા તેઓને ભેગફળમાં સ્થાપ્યા અને તે ગુરુસ્થાનીય ગણાવા લાગ્યા. જેઓ સમાન વયના હતા તેઓને રાજન્યકુળમાં મૂક્યા અને તે મિત્રસ્થાનીય લેખાયા. બાકીના પ્રધાન - પ્રજાજનોને ક્ષત્રિયકુળમાં સ્થાપવામાં આવ્યા.
તે વખતે કાળબળે શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કટવૃક્ષનાં ફળ મલવા દુર્લભ થઈ પડ્યાં. તેથી ઈક્વાકુવંશના માણસે શેરડી ખાઈને રહેવા લાગ્યા અને બીજાઓ પ્રાય: વૃક્ષનાં પાંદડાં તથા ફળ, ફૂલ ખાઈને રહેવા લાગ્યા. તે વખતે અગ્નિની શોધ નહિ થએલી હોવાથી લોકો અનાજ પણ પકાવ્યા વગરનું કાચું જ ખાતા. પણ કાળના પ્રભાવે કાચું અનાજ લોકોને નહિ પચતાં અજીર્ણ થવા માંડ્યું, તેથી તેમણે થોડો થોડો આહાર કરવા માંડ્યો. થોડું થોડું ખાવા છતાંય ખાધેલું ધાન્ય પુરેપુરું ન પચે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે પ્રભુના કહેવા પ્રમાણે ચોખા જેવા ધાન્યને મસળી ફોતરાં કાઢી નાંખી તેને આહાર કરવા લાગ્યા. તે પણ ન પચવાથી પ્રભુના કહેવા પ્રમાણે તે ફેતરાં કાઢી નાખેલા ધાન્યને પાંદડાના પડીયામાં પાણીથી પલાળી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી
છે. આ
૪૯૨
શકે
Jan Edu.
For Private & Personal Use Only