________________
家、家樂隊隊樂隊樂隊
૨ સેમભત. ૩ ઉલ્લગચ્છ. ૪ હસ્તલિત, ૫ નંદિત્ય અને ૬ પારિહાસક. ઉદેહગણુનાં એ છ કુલ જાણવાના છે. - હારિતગોત્રવાળા સ્થવિર શ્રીગુપ્તથી ચારણ નામને ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલો નીકળ્યાં એમ કહેવાય છે.
હવે તે કઈ કઈ શાખાઓ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ હારિત માલાગારી, ૨ સંકાસીકા, ૩ ગધુકા અને ૪ વાનાગરી તે ચાર શાખાઓ કહેવાઈ.
હવે તે ક્યાં કયાં કુલો કહેવાય છે? ફેલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ વત્સલિત, ૨ પ્રીતિર્મિક, ૩ હાલિત્ય, ૪ પુષ્પમિત્ર, ૫ માલિત્ય, ૬ આયટક અને ૭ કૃષ્ણસખકુલ. ચારણગણુનાં આ સાત લો જાણવાં.
ભારદ્વાજગોત્રવાળા સ્થવિર ભદ્રયશથી અહીં ઉવાડીય નામનો ગણુ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને બ્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે.
હવે તે કઈ કઈ શાખાઓ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિકા, ૨ ભદ્રાજિકા, ૩ કાકંદિકા અને ૪ મેઘલાર્જિકા. તે ચાર શાખાઓ કહેવાઈ.
હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભદ્રયશિક, ૨ ભદ્રગુણિક અને ૩ યશોભદ્ર. ઉડુવાડીય ગણનાં એ ત્રણ જ કુલે છે.
પક્ષી
Jain Educa
For Private & Personal Use Only