________________
કલ
ચાલુ
ભેગા રહેવું ના કહ્યું. અહીં પણ ભેગા નહીં રહેવા સંબંધી ઊપર પ્રમાણે ચાર ભાંગા સમજવા. ત્યાં કોઈ પાંચમા સ્થવિર કે સ્થવિરા હોવાં જોઈએ અથવા તેઓ બીજાઓની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બારણું ઉઘાડાં હોવા જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું કલ્યું. અને એ જ પ્રમાણે એકલી સાધ્વી અને એકલા ગૃહથના ભેગા નહીં રહેવા સંબધી ચાર ભાંગા સમજવા. અહીં સાધુનું એકાકીપણું કહ્યું છે તે કારણસર સાધુને એકલા જવું પડે તેને માટે સમજવું. સાંઘાટિકને વિષે, બીજા કોઈ સાધુને ઉપવાસ હોય અથવા અસુખ હોવાના કારણે તેમ થાય છે. નહીં તો ઉત્સર્ગ માર્ગે સાધુ પોતાના સહિત બીજો એટલે બે જણ અને સાધ્વી ત્રણ જણી વિચરે એટલે સાથે જાય એમ સમજવું. ૩૯
ચોમાસું રહેલા સાધુઓને કે સાધ્વીઓને બીજા કોઈએ જણાવ્યા. સિવાય, બીજા કેઈને જણાવ્યા સિવાય તેને માટે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ લાવવો કલ્પે નહીં. ૪૦
- અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે –“હે ભગવન! તે શા માટે એમ કહો છો?” ગુરૂ કહે છે કે:-“બીજા કેઈએ જણાવ્યા સિવાય બીજા કોઈને જણાવ્યા સિવાય લાવેલું અશન વગેરે ઈરછા હોય તે બીજે ખાય, ઈચ્છા ન હોય તો બીજો ન ખાય.” વળી ઉલટું આ પ્રમાણે કહે કે –“કોણે કહીને તું આ લાવ્યો ? ? વળી જે રૂચિ વગર દાક્ષિણ્યતાએ તે ખાય
Jain de
For Private & Personal Use Only
arbary.org