________________
દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. તે પ્રાયે કરીને શરદ ઋતુમાં જમીન, કાષ્ટ આદિને વિષે ઉત્પન્ન થાય છે. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર જાણવાની છે, જેવાની છે અને યાવતુ પડિલેહવાની છે. એ સૂક્ષ્મ પનકની સમજુતી થઈ ગઈ
“હવે બીજ સૂક્ષ્મ શું કહેવાય ?? એમ શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે –બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી એ બીજ સૂક્ષ્મ. એ બીજસૂક્ષ્મ પાંચ પ્રકારના જણાવેલાં છે. તે જેમકે; ૧ કાળું બીજ સૂક્ષ્મ, ૨ નીલું બીજ સૂક્ષ્મ, ૩ રાતું બીજ સૂક્ષ્મ, ૪ પીળું બીજ સૂક્ષ્મ, અને ૫ ધોળું બીજ સૂક્ષ્મ. નાનામાં નાની કણીસમાન રંગવાળું બીજ સૂક્ષ્મ જણાવેલું છે. અર્થાત જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજ સૂક્ષ્મ હોય છે. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
હરિતસૂક્ષ્મ શું કહેવાય ? ? એમ શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે:-હરિત એટલે તાજું નવું ઉગેલું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિત સૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ પાંચપ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું હરિતસૂક્ષ્મ, ૨ નીલું હરિતસૂક્ષ્મ, ૩ રાતું હરિતસૂક્ષ્મ, ૪ પીળું હરિતસૂક્ષ્મ અને ૫ ધોળું હરિતસૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ જે જમીન ઉપર
Jain Edl
national
For Private & Personal Use Only
www.jainelibrary.org