________________
કાકા - છે
તો અજીર્ણ વગેરેથી દુ:ખ થાય અને ચોમાસામાં કદી પાઠવવું પડે તો Úડિલના દુર્લભપણાને લીધે દેષાપત્તિ થાય તેટલા માટે પૂછીને આવું–લાવવું. ૪૧
ચોમાસું રહેલા સાધુઓને કે સાધ્વીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય અથવા તેમનું શરીર ભીનું હોય તો અશન, પાન, ખાદિમ કે સ્વાદિમને ખાવું ન કલ્પે. દર
“હે પૂજ્ય ! તે શા માટે ??? એમ શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરૂ કહે છે કે:-“શરીરના સાત ભાગ જિનેશ્વરદેવોએ સ્નેહાયતનું જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે.” તે જેમકે; ૧ બંને હાથ, ૨ બંને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખના ટેરવાં, ૫ બંને આખાનાં ભવાં–ભમર, ૬ દાઢી, અને ૭ ઊપરને હોઠ એટલે મૂછ. વળી જયારે તે એમ જાણે કે મારું શરીર પાણી વગરનું તદ્દન સુકાઈ ગયું છે ત્યારે તે સાધુને કે સાધ્વીને અશન આદિક આહાર લેવો કલ્પ. ૪૩
અહીં જ ચોમાસે રહેલા સાધુઓએ અથવા સાધ્વીઓએ આ આઠ સુક્ષ્મ જાણવાં જેવાં છે, હરકોઈ છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ વારંવાર વારંવાર એ આઠ સૂક્ષ્મ જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા–કાળજી કરવાની છે. તે આ પ્રમાણે છે:–૧ પ્રાણસુક્ષ્મ –સૂક્ષ્મ પ્રાણ, ૨ પનકસૂક્ષ્મ, ૩ બીજસૂક્ષ્મ, ૪ હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ અંડસૂક્ષ્મ-સુક્ષ્મ ઇંડાં, ૭ લયન સૂક્ષ્મ, અને ૮ સ્નેહસૂક્ષ્મ.
પર
Jain d
an
For Private
Personal Use Only
wanesbrary.org