________________
“તે કયા સૂક્ષ્મ પ્રાણ ? ?' એમ શિષ્ય પૂછવાથી ગુરૂ મહારાજ કહે છે કે –સૂક્ષ્મપ્રાણ એટલે ઝીણામાં ઝીણી નરી આંખે ન જોઈ શકાય તેવાં બે ઇંદ્રિયવાળા વગેરે સૂક્ષ્મ પ્રાણો. સૂક્ષ્મ પ્રાણુના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૨ નીલા રંગનાં સૂક્ષ્મ પ્રાણ, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણ અને ૫ ધોળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો એકએક વર્ણમાં હજારો ભેદો છે અને બહુ પ્રકારના સંયોગે છે, તે બધાં કૃષ્ણ—કાળા વગેરે પાંચે વર્ણમાં અવતરે છે. અનુદ્ધરી કુંથુઆ-કંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર હોય–ચાલતું ન હોય તો છદ્મરથ સાધુઓની કે સાધ્વીઓની નજરમાં જલદી આવી શકતું નથી, જે રિથર ન હોય –ચાલતું હોય તે છદ્મસ્થ સાધુઓની કે સાધ્વીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની–સંભાળવાની—છે. કારણકે તે ચાલતા હોય ત્યારે જ જણાય છે; પરંતુ રિથર હોય ત્યારે જણુતા નથી. એ સૂક્ષ્મ પ્રાણુની સમજુતી થઈ ગઈ. ૪૪
બીજા સૂક્ષ્મ પનક તે ક્યા??? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે –સૂક્ષ્મ પનક એટલે ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ સૂક્ષ્મ પનક, સૂક્ષ્મ પનકના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે; ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, અને ૫ ઘોળી પનક. પનક એટલે લીલફુલ-ફૂગી–સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન
Jain Educa
Stational
For Private & Personal Use Only
brary.org