Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 610
________________ હવે તે સૂક્ષ્મ લેણુ શું કહેવાય? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે –લેણુ એટલે દર. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ લેણુ સૂક્ષ્મ. લેણુ સૂક્ષ્મ પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તે આ પ્રમાણે –૧ ગદ્વૈયા વગેરે જીવોએ પોતાને રહેવા માટે જમીનમાં કોરી કાઢેલું દર તે ઉત્તિગલેણુ. ૨ પાણી સૂકાઈ ગયા પછી જ્યાં મોટી મોટી તરાડ પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિંગુલેણુ. ૩ બિલ–ભાણ. ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપરથી સાંકડું એવું દર–ભેણુ. ૫ શખૂકાવર્ત શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ એ દરો વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ લેણુ સૂક્ષ્મની સમજુતી થઈ ગઈ હવે તે રહસૂક્ષ્મ શું કહેવાય.” એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે – નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂક્ષ્મ. નેહસુક્ષ્મ પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તે આ પ્રમાણે -૧ એસ જે આકાશમાંથી રાત્રે પડે છે તે પાણી. ૨ હિમ એટલે બરફ. ૩ મહિકા એટલે ધુમસ, ૪ કરકા એટલે કરા. ૫ હરતનુ–પાસની ટોચ ઉપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મ વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. એ નેહસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. એ રીતે આઠે સૂની સમજુતી થઈ ગઈ. ૪૫ કાકા કકકો કહાજર Jain Education national For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630