________________
舞舞舞
ઉગે છે તે જમીનનો જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે. છદ્મરથ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જોવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. એ હરિત ક્યની સમજુતી થઈ ગઈ.
હવે તે પુષ્પસૂક્ષ્મ શું કહેવાય ? ?' એમ શિષ્ય ગુરૂને પૂછવાથી ગુરૂ કહે છે કે:પુષ્પ એટલે ફુલ. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફુલ. એ પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મો પાંચ પ્રકારનાં છે. કાળાથી ધોળા વર્ણ સુધી. વૃક્ષનાં સમાન વર્ણવાળાં તે પુષ્પસૂક્ષ્મ પ્રસિદ્ધ છે. છગ્નસ્થ સાધુએ કે સાધ્વીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ
હવે તે સૂમ ઈંડાં કયાં કહેવાય ? ? એમ શિષ્ય પછવાથી ગુરૂ કહે છે કે –સૂક્ષ્મ ઇંડાં પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તે જેમકે ૧ મધમાખ, માંકડ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં તે ઉદ્દેશાંડ, ૨ ઉત્કલિકા–કરોળિયાનાં ઇંડાં તે ઉત્કલિકાંડ, ૩ પિપીલિકા એટલે કીડી વગેરેનાં ઈડાં તે પિપલીકાંડ, ૪ હલિકા એટલે ઘરોલી અથવા બ્રાહ્મણી વગેરેનાં ઈંડાં તે હલિકાંડ, અને ૫ હલ્લોફલિઆ એટલે અહિલોડી, સરટી જે લોકમાં “કાકીડી” કહેવાય છે તેનાં ઈંડાં તે હëહલિકાંડ. છદ્મસ્થ સાધુએ કે સાધ્વીએ એ ઈંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ સૂક્ષ્મઈંડાની સમજુતી થઈ ગઈ.
Jain Education
entrational
For Private & Personal Use Only
wwwine barom