________________
અધિકરણવાળી વાણી બોલે તેને એમ કહેવું જોઈએ કે “હે આર્ય ! આ જાતની વાણી બોલવાને આચાર નથી’–‘તું જે બોલે છે તે અકલ્પ છે—આપણે તેવો આચાર નથી. આ પ્રમાણે નિવારણ કરવા છતાં પણ જે સાધુ કે સાધ્વી પર્યુષણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને તબેલીના પાનના દૃષ્ટાંતથી સંધ બહાર કાઢી મૂકવો જોઈએ. એટલે જેમ તંબોલી સડેલ પાનને બીજ પાન નાશ ન થાય તે માટે કાઢી નાખે છે તેવી રીતે અનંતાનુબંધ ક્રોધવાળો સાધુ પણ વિનષ્ટ જ છે એમ ધારીને તેને દૂર કરો, એ ભાવ જાણવો. વળી બીજું પણ બ્રાહ્મણનું દુષ્ટાંત છે ખેટ ગામને વાસી રૂદ્ર નામને બ્રાહ્મણ ચોમાસામાં ખેતરો ખેડવા માટે હળ લઈને ખેતરે ગયો. હળને વહન કરતાં તેને ગળીઓ બળદ બેસી ગયો. પોણાથી મારતાં છતાં જ્યારે તે ઉઠયો નહીં ત્યારે ત્રણ કયારાનાં માટીનાં ઢેફાંથી મારતાં મારતાં તે માટીનાં ઢેફાંવડે તેનું મુખ ઢંકાઈ ગયું અને શ્વાસ રૂંધાઈ જવાથી તેનું મરણ થયું. પછી તે બ્રાહ્મણ પશ્ચાતાપ કરતો મહાસ્થાને જઈને ત્યાં પિતાને વૃત્તાંત કહેતાં બીજા બ્રાહ્મણોએ પૂછયું કે:
તું હજુ ઉપશાંત થયો કે નહીં ?' ત્યારે “હજુ પણ મને ઉપશાંતિ થઈ નથી.” એમ કહેતાં બ્રાહ્મણોએ તેને જ્ઞાતિબહાર કર્યો. એવી રીતે વાર્ષિક પર્વમાં કેપ ઉપશાંત નહિ થવાને લીધે જે સાધુ આદિએ ખમતખામણું ન કર્યા હોય તેને સંઘ બહાર કરવા. ઉપશાંતમાં ઉપસ્થિત થયે હોય તેને મૂળ પ્રાયશ્ચિત આપવું. ૫૮
૬૦૪
For Private & Personal Use Only