________________
પ્રશસ્તિ શ્રી વીર નિંદ્રની પટ્ટપરંપરાને વિષે કલ્પદ્રુમ સમાન, ઈચ્છિતને આપનાર, સુગંધીએ કરીને ખેંચેલ છે પંડિતરૂપી ભમરાને જેણે એવા, શાસ્ત્રના ઉત્કર્ષથી સુંદર, કુરાયમાન થતી અને વિશાલ છે કાંતિ જેની એવા, ફળને આપનારા દેદીપ્યમાન મૂલગુણ છે જેમના એવા, હમેશાં અતિ સારા મનવાળા દેથી પૂજાતા શ્રીમાન શ્રીહીરસૂરીધર થયા. ૧ જેણે દર વરસે છ માસ સુધી સમગ્ર પૃથ્વીને વિષે જીને અભયદાન આપવારૂપ ૫ટહના મિષથી પિતાનો યશરૂપી પટહ વગડાવ્યો હતો, અને જેના શુભ મુખથી ધર્મોપદેશ સાંભળીને અધર્મરસિક, મ્લેચ્છને અગ્રેસર અને નિર્મલ બુદ્ધિવાળો બાદશાહ ધર્મને પામ્યો હતો. ૨ તેની પાટરૂપી ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઊપર કુરાયમાન કિરણવાળા સૂર્ય સમાન તથા ભવ્ય લોકોને ઈચ્છિત વસ્તુ આપવાને ચિંતામણિ સમાન શ્રીવિજયસેનસૂરિ થયા; જેના શુભ્રગુણોથી જ જાણે હોય તેમ સ્વચ્છ મેઘથી વીંટાયેલે પૃથ્વીનો ગોળો જાણે જેની કીત્તિરૂપી સ્ત્રીને રમવા માટે દડે હોય તેમ શોભતો હતે. ૩ જેઓ અકબર બાદશાહની સભામાં વાણીના વૈભવવડે વાદીઓને જીતીને શૌર્યથી આશ્ચર્ય પમાડેલી અને લક્ષ્મીથી પરિવૃત થએલી જયશ્રી કન્યાને વર્યા હતા, તેટલા માટે હે મિત્ર ! મનહર તેજવાળા આ (શ્રીવિજયસેનસૂરિ) ની વૃદ્ધ એવી કૌત્તિરૂપી સતી સ્ત્રી પતિના અપમાનથી શંકિત મનવાળી થઈને અહીંથી દિગંત સુધી ગઈ તેમાં આશ્ચર્ય શું છે? ૪ તેમની પાટે બહુ સૂરિઓથી તવાએલા, મુનિઓના અગ્રેસર અને સ્વચ્છ ચિત્તવાલા શ્રીવિજયતિલકસૂરિ થયા. શિવનું હાસ્ય, બરફ અને હંસની હારના જેવી ઉજવલ છે શોભા જેની એવી સ્મૃતિવાળી જેની કીર્તિ ત્રણ જગતમાં વર્તતી હતી. ૫ તેમની પાટે રાજાઓના સમૂહવડે જેમના ચરણકમલની સ્તુતિ કરાયેલી છે એવા, દુઃખને સમૂહ નાશ કર્યો છે જેણે એવા તથા મુનિઓને વિષે સમર્થ એવા વિજયાનંદસૂરિ જયવંતા વર્તતા હતા અને જે ઉજવલ મોટા ગુણગાવડે ગણિને વિષે શ્રેષ્ઠ એવા
For Private & Personal Use Only
T૬૧૩
Jain Ede
N
ational
Wwweltbrary.