________________
માટે નીકળવા અને પેસવાને માટે સર્વ ગોચરીના કાળ કહ્યું છે એટલે ચાર, પાંચ વગેરે વખત પણુ ગોચરીએ જવું કપે છે; જ્યારે ઇચ્છા થાય ત્યારે ગોચરી લાવે, પણ સવારમાં લાવેલી રાખી શકે નહીં, કારણ કે તેથી સંયમ, જીવસંસક્તિ, સર્પ વગેરે સુંઘવા વગેરેના નો સંભવ થાય છે. ૨૪
આ પ્રમાણે આહારવિધિ કહીને હવે પાનક–પીવાના પદાર્થોની વિધિ કહે છે–ચોમાસું રહેલા નિત્યજી–એકાસણું કરનાર—સાધુને બધા પ્રકારનાં પાણી કહ્યું છે. બધાં પ્રકારનાં એટલે આચારાંગમાં કહેલા એકવીશ પ્રકારનાં, અને અહીં જે કહેવામાં આવશે તે નવ પ્રકારનાં પાણી સમજવાં. તેમાં આચારાંગમાં કહેલાં પાણી આ પ્રમાણે છે:–૧ ઉદિમ, ૨ સંરદિમ, ૩ તંદુલાદક, ૪ 1ોદક, પ તિલેદક, ૬ જોદક, ૭ આયામ, ૮ સોમવીર, ૯ શુદ્ધવિકટ, ૧૦ અંબ, ૧૧ અંબાડક, ૧૨ કપિત્થ, ૧૩ માતુલિંગ, ૧૪ દ્રાક્ષ, ૧૫ દાડમ, ૧૬ ખજૂર, ૧૭ તાલિમેર, ૧૮ કયર, ૧૯ બેરજલ, ૨૦ આમલગ અને ૨૧ ચિચાનું પાણી. આ પાણી પ્રથમ અંગ આચારાંગમાં કહેલાં છે. તેમાંથી પ્રથમ નવ તો અહીં પણ કહેલાં છે. ચોમાસું રહેલા ચતુર્થભક્ત કરનારા સાધુને ત્રણ પાણી લેવા કહ્યું. તે આ પ્રમાણે –૧ ઉદિમ એટલે આટા–લેટ વગેરેથી ખરડાએલા હાથ આદિના ધોવણનું પાણી ૨ સંરદિમ એટલે પાંદડાં આદિ ઊકાળીને ઠંડા પાણી વડે જે પાણી સિંચન કરાયેલું હોય તે પાણી. ૩ ચાઉલોદક એટલે ચોખાના ધોવાણુનું પાણી. ચોમાસું રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવા કહ્યું. તે આ પ્રમાણે -૧ તિલોદક એટલે તલના ઘેવણનું પાણી. ૨ કુદક
૫૮૩
Jain Education International
For Private & Personal Use Only