________________
વધે તે તમે ખાજો અને બીજાને આપજે.' એમ તેણે (ગૃહ) કરી છતે અધિક લેવું કહ્યું. પણ ગ્લાનની નિશ્રાએ ગૃદ્ધિથી પોતાના માટે લેવું કહ્યું નહીં. ગ્લાનને માટે માગી આણેલ આહારાદિ મંડળીમાં લાવવું નહીં. ૧૮
ચોમાસે રહેલા સાધુઓને તે પ્રકારના અનિંદનીય ઘરો, જેવાં કે તેઓએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય, જે કુલ પ્રીતિપાત્ર હોય. સ્થિરતાવાળા હોય, વિશ્વાસપાત્ર હોય, જ્યાં સર્વ સાધુઓનો પ્રવેશ સંમત હોય, જેને ઘણું સાધુઓ ઈટ હોય અથવા જ્યાં ઘરનાં ઘણાં મનુષ્યોને સાધુઓ સંમત હોય ત્યાં દાનની આજ્ઞા દઈ રાખી હોય અથવા સર્વ સાધુઓ સરખા છે એમ ધારીને જ્યાં લઘુ શિષ્ય પણ ઈષ્ટ હોય, પરંતુ મુખ જોઈને ટીલું કરાતું ન હોય તેવાં ઘરને વિષે જોઈતી વસ્તુ અણદીઠે આ પ્રમાણે કહેવું કહ્યું નહીં કે “હે આયુષ્યમનું ! આ આ વરતું છે?’ એમ નહીં જોએલી વસ્તુને માટે પૂછવું કહ્યું નહીં. હે ભગવંત ! “તેમને એમ બેલિવું કલ્પે નહીં એમ શા માટે કહો છો ? શિષ્ય આ પ્રમાણે પૂછવાથી ગુરૂએ કહ્યું કે – એમ કહેવાથી શ્રદ્ધાવાન ગૃહસ્થ તે વસ્તુને નવી ખરીદે–ગ્રહણ કરે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે. ૧૯
ચોમાસું રહેલા નિત્યભાજી ભિક્ષ–સાધુને ગોચરીના સમયે આહાર માટે અથવા પાણી માટે ગૃહરથનાં ઘર તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ સરત એ કે, જે આચાર્યની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ ન હોય,
Jain Educ
a
tional
For Private & Personal Use Only
www.ncbrary.org