________________
આહાર લેવા જાય તો તે કલ્પ. ૩૧
ચોમાસું રહેલા સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરમાં પડેલાં હોય અને આંતરે આંતરે વરસાદ પડતો હોય તો તે સાધુને બાગમાં ઝાડની નીચે જવું કપે અથવા સાંગિક એટલે આપણું અથવા બીજાના ઉપાશ્રયની નીચે જવું કહ્યું, તેના અભાવે વિકટગૃહ એટલે કે મંડપ–ચોરા વગેરેની નીચે અથવા ઝાડના મૂલ અથવા નિર્ગલ કેરડા આદિના મૂલની નીચે જવું કહ્યું છે. ૩૨
ઊપર જણાવેલી જગ્યાઓએ ગયા પછી ત્યાં જે તે સાધુ અથવા સાધ્વીના પહોંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરી રાખેલા ભાત વગેરે અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલો ભિલિંગસૂપ એટલે મસુરની દાળ કે અડદની દાળ અથવા તેલવાળી દાળ મળતી હોય તો તેમને ભાત વગેરે લેવું કહ્યું. પણ મસૂરની દાળ વગેરે લેવું ન કહ્યું. તેને ભાવાર્થ એ છે કે સાધુના આવવા પહેલાં જ પોતાના માટે ગૃહસ્થોએ જે રાંધવા માંડેલ હોય તે તેને કહ્યું છે, કારણ કે તેથી દોષ લાગતો નથી અને સાધુના આવવા પછી જે રાંધવા માંડયું હોય તે પશ્ચાદાયુક્ત થાય છે અને તેથી ઉદુગમાદિ દોષને સંભવ છે તેથી તે લેવું કહ્યું નહીં. ૩૩
તેના ઘેર તે સાધુના પહોંચ્યા પહેલાં મસુર આદિ દાળ પહેલાં રાંધવા માંડેલી હોય અને ભાત વગેરે પાછળથી રાંધવા માંડેલ હોય તો મસૂર આદિ દાળ લેવી કલ્પ, પણ ભાત વગેરે લેવું
કરી
Jain Education
a
l
For Private & Personal Use Only