________________
કે
વિષે ભિક્ષા માટે જવું કલ્પે નહીં. એક વળી આ પ્રમાણે કહે છે કે –નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુઓને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને આગળના સાત ઘરને વિષે ભિક્ષાને માટે જવું કપે નહીં. અહીં બીજા મતમાં ઉપાશ્રય અને બીજા સાત ઘર તજવા એ આશય છે, અને ત્રીજા મતમાં ઉપાશ્રય, ત્યારપછીનું એક ઘર અને આગળ સાત ઘર તજવા એ આશય છે. ૨૭
ચમાસું રહેલા કરપાત્રી–જિનકલ્પી આદિ સાધુને કણ માત્ર સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહસ્થના ઘર તરફ ભેજન અથવા પાણી માટે નીકળવું તથા પેસવું ના ક. ૨૮
ચોમાસું રહેલા કરપાત્રી-જિનકલ્પી આદિ સાધુને પિંડપાત-ભિક્ષા લઈને અઘરમાં જ્યાં ઘર ન હોય ત્યાં આગાસામાં રહેવું એટલે આગાસામાં રહીને જોજન કરવું ન કલ્પ. આગાસામાં રહેતાં–ખાતાં કદાચ એકદમ વરસાદ પડે તો ખાધેલું થોડુંક ખાઇને અને બાકીનું થોડુંક લઈને–તેને હાથવડે હાથને ઢાંકી દઈને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થોએ પોતાના માટે બરાબર આચ્છાદિત કરેલાં ઘર તરફ જાય, અથવા ઝાડનાં મૂળ તરફ ઝાડની ઓથે જાય; કે જેવી રીતે ત્યાં તે સાધુના હાથ ઊપર પાણી, પાણીના મોટાં બિંદુએ અથવા નાના બિંદુઓ વિરાધના કરે નહીં એટલે પડે નહીં. જો કે જિનક૯પી આદિ
Jain Educa
For Private & Personal Use Only
hvor