________________
દેશાન દશ પર્વધર હોવાથી પ્રથમથી જ તેમને વરસાદનો ઉપયોગ હોય છે અને તેથી અડધું ખાધા | પછી જવું પડે એ સંભવતું નથી, તો પણ છદ્મસ્થપણાને લઈને કોઈ વખત ઊપયોગ ન પણ હોય. ૨૯
કહેલા અર્થને જ જણાવતાં કહે છે કે માસું રહેલા કરપાત્રી-જિનકલ્પી સાધુને જ્યારે જે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહના ઘરમાં નીકળવું કે પેસવું ન ક. ૩૦
કરપાત્રીઓની વિધિ એ પ્રમાણે કહી. હવે માત્ર રાખનારા સાધુની વિધિ કહે છે:–ચોમાસું રહેલા પાત્રધારી–સ્થવિર કલ્પી આદિ સાધુને અખંડધારાએ વરસાદ વરસતો હોય ત્યારે ભજન અથવા પાણી માટે ગૃહસ્થની ઘર તરફ જવું અથવા આવવું ન કલ્પ. અથવા જેમાં વર્ષાકલ્પ એટલે વર્ષાકાળમાં ઓઢવાનું કપડું અથવા છાપરાનાં નવાં પાણીથી ટપકવા માંડે અથવા કપડાંને ભેદીને અંદરના ભાગમાં શરીરને ભીજાવે ત્યારે ગૃહસ્થને ઘેર આહાર પાણીને માટે નીકળવું પેસવું ન કહ્યું. અહીં અપવાદ કહે છે કે તે સ્થવિર પી આદિને આંતરે આંતરે થોડી વૃષ્ટિ થતી હોય ત્યારે અથવા અંદર સુતરનું અને ઊપર ઊનનું કપડું એ બેથી વીંટાયેલ સ્થવિરકપીને થોડી વૃષ્ટિમાં ગૃહસ્થના ઘેર આહાર પાણી માટે નીકળવું પેસવું ક૯પે. ત્યાં પણ અપવાદમાં તપસ્વી અને ભૂખ સહન ન કરી શકે એવા સાધુઓ ગોચરીને માટે આગળ કહી તે વસ્તુના અભાવે ઊનના, ઊંટના વાળનો, ધાસના અથવા સુતરના કપડા વડે તેમજ તાલપત્ર અથવા પલાશના છત્રવડે વીંટળાઈને પણ
૫૮૭
Jain Education
For Private & Personal Use Only
rary.org