________________
એટલે ડાંગર આદિ તુષના ધોવણનું પાણી અને ૩ જોદક એટલે જવના ધોવણનું પાણી. ચાતુર્માસ રહેલા નિત્ય અઠ્ઠમભક્ત કરનાર સાધુને ત્રણ પાણી લેવાં કલ્પે. તે આ પ્રમાણે:-૧ આયામક એટલે ઓસામણ. ૨ સૌવીર એટલે કાંજીનું પાણી. ૩ શુદ્ધ વિકટ એટલે ઉનું પાણી. ચોમાસું રહેલા અડ્ડમથી વધારે તપ કરનાર સાધુને એક ઉનું પાણી લેવું જ કહ્યું છે. તે પણ સિકયુ–દાણાના કણ રહિત કહ્યું, પણ દાણાના કણ સાથેનું ન કલ્પે. કારણ કે પ્રાય: કરીને અઠ્ઠમથી વધારે તપશ્ચર્યા કરનાર તપરવીનું શરીર દેથી અધિછિત હોય છે. ચોમાસું રહેલા અનશન કરનાર સાધુને એક માત્ર ઉનું પાણી જ લેવાનું ક૯પે છે, તે પણ દાણાના કણ વગરનું, દાણાના કણ સાથેનું નહીં, તે વળી ગળેલું જ કલ્પે પણ તૃણું આદિ લાગવાથી અણગલ–ગળ્યા વગરનું ન કલ્પે. તે પણ પરિમિત માપસર જ, અપરિમિત નહીં, નહિતર અજીર્ણ થવાનો સંભવ રહે. તે પણ સંપૂર્ણ નહિ લેતાં થોડું ઓછું લેવું, પરંતુ બહુ ઓછું લેવું નહીં, કારણ કે તેથી તરસ છીપતી નથી. ૨૫
ચાતુર્માસ રહેલા, ગણેલી દક્તિ પ્રમાણે આહાર લેનારા સાધુને ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી કલ્પ અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય. ત્યાં દત્તિ શબ્દથી થોડું અથવા ઘણુ જે એક વખત આપવામાં આવે છે તે દત્તિ કહેવાય છે. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ ગણાય છે. કારણ કે મીઠું
Jan Educ
For Private & Personal Use Only
aineitrary or