________________
ત્રણ વિગઈ સાંચયિકા જાણવી. તે ત્રણ વિગઈ વહોરાવતી વખતે ગૃહસ્થને કહેવું કે:-હજુ ઘણે વખત રહેવાનું છે તેથી અમે ગ્લાન વગેરેને માટે લઈશું.” ત્યારે તે ગૃહસ્થી કહે કે:-“ચોમાસા સુધી લેજે તે ઘણી છે. ત્યારે તે લેવી અને બાળસાધુ વગેરેને આપવી, પણ તરૂણને આપવી નહીં. જો કે મધ, માંસ અને માખણનો મુનિને જીવે ત્યાં સુધી ત્યાગ હોય છે, તે પણ અત્યંત અપવાદ દશામાં બાહ્ય પરિભેગ વગેરેને માટે કોઈ દિવસ ગ્રહણ કરવી, પણ ચોમાસામાં તે સર્વથા નિષેધ છે. ૧૭
ચોમાસું રહેલા સાધુઓની વૈયાવચ્ચ કરનારા મુનિએ ગુરૂને પ્રથમથી એમ કહી રાખેલું હોય કે: “હે ભગવન! ગ્લાનને માટે કાંઈ વસ્તુને ખપ છે?’ એ પ્રમાણે વૈયાવચ્ચ કરનાર કોઈ મુનિએ પૂછવાથી ગુરૂ કહે કે:-“ગ્લાનને વસ્તુ જોઈએ છે? જોઈતી હોય તો ગ્લાનને પૂછો કે દૂધ વગેરે કેટલી વિગયો તેમને ખપ છે?” તે ગ્લાને પિતાને જોઈતા પ્રમાણમાં કહે છતે તે વૈયાવચ્ચ કરનારે ગુરૂની પાસે આવીને કહેવું કે “ગ્લાનને આટલી વસ્તુનો બુપ છે.” ત્યારે ગુરૂ કહે કે જેટલું પ્રમાણુ તે ગ્લાન કહે છે તેટલા પ્રમાણમાં તે વિષય તારે લાવવી. પછી તે વૈયાવચ્ચ કરનાર ગૃહસ્થ પાસે માગે, અને માગણી કરતાં વૈયાવચ્ચ કરનાર સાધુને દૂધ વગેરે તે વસ્તુ પ્રાપ્ત થાય તો પછી ગ્લાને કહ્યા પ્રમાણ જેટલી મળે એટલે “રાખો, થયું’ એમ કહે. ગૃહસ્થ એમ કહે કે “હે ભગવન! “થયું એમ કેમ કહો છો ?' ત્યારે સાધુ કહે કે “ગ્લાનને એટલો જ ખપ છે. આ પ્રમાણે કહેતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે “હે આર્ય! તમે ગ્રહણ કરો, ગ્લાને ભેજન કર્યા બાદ પકવાન્ન આદિક જે કાંઈ
S
પ૦
Jain Education International
For Private & Personal Use Only
www.
elibrary.org