________________
હવે તે કઈ કઈ શાખાઓ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, મોદી ૨ વિદ્યાધરી, ૩ વજી અને ૪ મધ્યમિલ્લા. કોટિક ગણની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ.
હવે તે ક્યાં ક્યાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ બ્રહ્મલિત, ૨ વસલિત, ૩ વાણિજ્ય અને ૪ પ્રશ્નવાહન. કટિક ગણુના આ ચાર કુલો છે.
કોટિક કાકંદક કહેવાતા અને વિશ્વાવસ્થગોત્રવાળા સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબુદ્ધને આ પાંચ રસ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આઈંદ્રદિન્ન, ૨ સ્થવિર પ્રિયગ્રંથ ૩ કાશ્યપગોત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોપાળ, ૪ સ્થવિર ઋષિદત્ત અને ૫ સ્થવિર અહંદત્ત.
પ્રિયગ્રંથિસૂરિની પ્રભાવિતાત્રણસે જિનમંદીર, ચારસે બીજા ધર્મના મંદીરો, અઢારસે બ્રાહ્મણનાં ઘર, છત્રીશ વાણીયાઓનાં ઘર, નવસે બગીચાઓ, સાજો વાવો, બસે કૂવાઓ અને સાત દાનશાળાઓએ કરીને શોભતું એવું હર્ષપુર નામનું નગર અજમેરની નજીકમાં હતું. ત્યાં સુભટપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે તે નગરમાં પ્રિયગ્રંથિસૂરિ પધાર્યા. ત્યાં બ્રાહ્મણોએ એક વૈદિક યજ્ઞમાં બાકડાનું બલિદાન આપવાનું નક્કી કર્યું. તે વખતે પ્રિયગ્રંથિસૂરિએ એક શ્રાવકને મંતરેલો વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યો. શ્રાવકે તે મંતરેલો વાસક્ષેપ જે બાકડા ઊપર નાંખ્યો કે તરત જ અંબિકા દેવીથી અધિછિત થએલો તે આકાશમાં અદ્ધર
- II Jain Education International
For Private & Personal Use Only
WWW Binanbrary.org