________________
家多樣來來來來來來來家樂家
હતાશન વનમાંથી વીશ લાખ ફુલ મેળવ્યાં. તે પછી ભકદેવોએ વિકલા વિમાનમાં બેસી મહોતસ્વપૂર્વક ત્યાં પાછા આવ્યા અને જિનશાસનની પ્રભાવના કરી. બદ્ધ રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. આખરે તેણે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો.
એક વખત વજીસ્વામીએ કફની શાંતિ માટે, ભેજન કર્યા પછી ખાવા માટે એક | સુંઠનો કકડે કાનપર ચડાવી રાખ્યો હતો. પછી તે કકડ ખાવાનું ભૂલી ગયા અને છેક સાંજે
પ્રતિક્રમણ કરતી વખતે કાન ઊપરને કકડે નીચે પડ્યો ત્યારે તેમને પોતાને કેટલો પ્રમાદ થયો તેની સૂઝ પડી. એ પ્રમાદ ઊપરથી પોતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું હોવું જોઈએ એમ જાણ્યું. એટલે તેમણે વજેસેન નામના પિતાના શિષ્યને કહ્યું કે:-“હવે બાર વરસનો દુકાળ પડવાનો અને જે દિવસે લક્ષમૂલ્યવાળા ચેખામાંથી તને ભિક્ષા મળે તે દિવસ પછી બીજા જ દિવસે સુકાળ થવાનો છે એમ જાણી લેજે.” એટલું કહીને તેઓ પોતાની સાથે રહેલા સાધુઓને લઈ રથાવર્ત પર્વત ઊપર ગયા અને અનશન કરી દેવલોક પામ્યા (જુઓ ચિત્ર નં. ૨૧૭). તે વખતે ચોથું સંઘયણ અને દશમું પૂર્વ વિકેદ થયા.
ત્યારપછી બાર વરસને દુકાળ પડ્યો. એક વખત વજસેન સોપારક નગરમાં જિનદત્ત શ્રાવકના ઘેર તેની ઇશ્વરી નામની સ્ત્રી લક્ષમૂલ્યવાળું અન્ન રાંધીને તેમાં ઝેર ભેળવવાને વિચાર કરી રહી હતી. તે વખતે ત્યાં પહોંચી ગયા (જુઓ ચિત્ર નં. ૨૧૮). ગુરૂનું વચન
પ૬૦
Jain d
an
For Private & Personal Use Only
Gainelibrary.org