________________
વળી શાલિવાહન રાજા પણ શ્રાવક હતો તે કાલસૂરિને આવેલા જાણી શ્રમણસંઘની સાથે તેઓની સામે ગયા અને મહાવિભૂતિપૂર્વક કાલસૂરિને પ્રવેશ કરાવ્યો. પેસતાં જ કાલકસૂરિએ કહ્યું કે:-“ભાદરવા સુદ પાંચમની પર્યુષણા કરવી. શ્રમણુસંધે તે કબુલ કર્યું. ત્યારે રાજાએ કહ્યું કે:-“તે દિવસે મારે લોકાનુવૃત્તિએ ઈંદ્ર મહોત્સવ આવવાથી પર્યુષણ થઈ શકશે નહીં. તો છઠના દિવસે પર્યુષણ કરીએ.” આચાર્યે કહ્યું કે:“પાંચમ અતિક્રમવી ન જોઈએ.” ત્યારે રાજોએ કહ્યું કે:-“તો આગળ ચોથના દિવસે પર્યુષણા કરીએ.’ આચાર્યે કહ્યું કે –
એ પ્રમાણે હો. તે વખતે ચેાથે પર્યુષણા કરી. એ પ્રમાણે યુગપ્રધાન હોવાને કારણે ચોથ પ્રવર્તાવી, અને તે સર્વસાધુઓએ માન્ય કરી. ઈત્યાદિ નિશીથચૂણુિના દશમાં ઉદ્દેશામાં કહ્યું છે. એવી રીતે જ્યાં કોઈપણ જગાએ પર્યુષણાનું વિધાન આવે ત્યાં ભાદરવા સંબંધી જ જાણવું પરંતુ કોઈપણુ આગમમાં ‘મંદવયનુપમ પૂજ્ઞજ્ઞ tત્ત એટલે ભાદરવા સુદી પાંચમે પર્યુષણા કરવી. એ પાઠની માફક “મિદ્ધિરિને સાવધાનુપંચમg fમવિજ્ઞત્તિ એટલે અભિવદ્વૈિત વર્ષમાં શ્રાવણ સુદી પાંચમે પર્યુષણા કરવી એ પાઠ પણ ઉપલબ્ધ થતો નથી. તેથી કારતક માસથી પ્રતિબદ્ધ ચાતુર્માસિક કૃત્ય કરવામાં જેમ અધિક માસ પ્રમાણ નથી, તેમ ભાદરવા માસથી પ્રતિબદ્ધ પર્યુષણું કરવામાં અધિક માસ પ્રમાણ નથી માટે દાગ્રહને છોડી દે.
૫s3
Jain
national
For Private & Personal Use Only
brary.org