________________
વળી અધિક માસ શું કાગડો ખાઈ ગયો છે? વળી શું તે મહિનામાં પાપ લાગતું નથી ? વળી શું તે મહિનામાં ભૂખ લાગતી નથી ? ઇત્યાદિ ઉપહાસ કરીને તારૂં ગાંડપણ પ્રગટ ના કર. કારણ કે તું પણ અધિક માસ હોવા છતાં સાંવત્સરિક ખામણામાં ‘વાસઘણું HIT ઈત્યાદિ બોલતાં અધિક માસને રવીકારતા નથી. એ પ્રમાણે ચાતુર્માસિક ખામણમાં અધિક માસ હોય તે પણ “ના ભાઈ ઈત્યાદિ અને પાક્ષિક ખામણામાં અધિક તિથિ હોય તો પણ ‘પુનરસિહં દિવાળ’ એ પ્રમાણે બોલે છે. તેવી જ રીતે નવકલ્પ વિહારાદિ લકત્તર કાર્યને વિષે પણ બોલાય છે (દશ કલ્પ કહેવાતા નથી). વળી ‘શાહે માને ઈત્યાદિ સૂર્યાચારને વિષે પણ તેમ જ કહેવાય છે. લોકોમાં પણ દીવાળી, અક્ષયતૃતીયા આદિ પર્વને વિષે તેમજ વ્યાજ ગણવા આદિને વિષે અધિક માસ ગણાતો નથી, તે પણ તું જાણે છે. વળી સર્વ શુભ કાર્યોમાં અધિક અધિક માસ નપુંસક છે તેથી તેમાં શુભ કાર્યો ન કરવાં જોઈએ એમ જ્યોતિશાસ્ત્રમાં નિષેધ કરેલો છે.
માસ અધિક હોય તેની વાત તો બાજુ પર રહે, પરંતુ ભાદરવો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો માસ અપ્રમાણુ જ છે. જેમ ચિદશ અધિક હોય તે પહેલી ચિદશને લેખામાં નહીં ગણીને બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે, તેમ અહીં પણ જાણવું. વળી જો એમ હોય તો “અપ્રમાણુ (અધિક) માસમાં દેવપૂજા, મુનિદાન
For Private & Personal Use Only