________________
રહીને બોલવા લાગે કે:-“હે બ્રાહ્મણો ! તમે મને બાંધીને લાવ્યા છે અને મારી આહતિ આપવા માગે છે તે હું જાણું છું; તમારા જેવો હું પણ નિર્દય થાઉં તે એક ક્ષણવારમાં તમને સૌને મારી નાખી શકું છું. ક્રોધાયમાન થએલા હનુમાને જેમ લંકામાં જઈ ત્રાસ વર્તાવ્યો હતો તેમ હું પણ કરી શકું તેમ છું; પરંતુ શું કરું મને મારો દયાધર્મ આડે આવે છે. કૃષ્ણ પોતે પણ કહ્યું છે કે:-“હે ભારત! એક પશુના શરીરને વિષે જેટલા રોમપ છે, તેટલા હજાર વર્ષ સુધી પશુનો ઘાત કરનાર નરકમાં સબડે છે. જે કોઈ સેનાને મેરૂ બનાવી દાનમાં આપે અથવા આખી પૃથ્વીનું દાન કરે, તો પણ તે અભયદાનની બરાબરી કરી શકે
તેમ નથી. અભયદાન આપનાર સર્વ પ્રકારના દાનીઓમાં શ્રેષ્ઠ છે, બીજા દાનનું ફળ તો કાળે Dી કરીને ક્ષીણ થાય છે, પરંતુ અભયદાન આપનારનાં પુણ્યને ક્ષય કદાપિ થતો નથી.”
' લોકે પૂછવા લાગ્યા કે:-“તું કર્યું છે ??? એટલે બાકડાએ જવાબ આપ્યો કે:-“હું અગ્નિ છું! મારા વાહનરૂપ આ પશુનો તમે શા માટે વધ કરો છો ? ધર્મની ખાતર જ જે વધ કરતા હો તો અહીં પધારેલા પ્રિયગ્રંથિસૂરિ પાસે જાઓ, તેઓ તમને શુદ્ધ ધર્મ સમજાવશે. તેઓ કહે તે ધર્મનું શુદ્ધિપૂર્વક આરાધન કરો. જેમ નરેદ્રોને વિષે ચક્રવર્તી, ધનુર્ધારીઓને વિષે અર્જુન શ્રેષ્ટ છે, તેમ સત્યવાદીઓને વિષે એ આચાર્ય પણ અદ્વિતીય છે.” બ્રાહ્મણોએ એ ઉપદેશ સ્વીકાર્યો અને સુખી થયા.
For Private & Personal Use Only
b
ort