________________
સ્થવિર આર્યવજાને પુણ્યપ્રભાવ આ પ્રમાણે જાણ: તુંબવન ગામમાં ધનગિરિ અને તેમની પત્ની સુનંદા રહેતા હતા. સુનંદાને ગર્ભવતી મૂકીને ધનગિરિએ દીક્ષા લીધી. પાછળથી સુનંદાએ એક પુત્રને જનમ આપ્યો. તે પુત્ર જનમતાંની સાથે જ પોતાના પિતાએ દીક્ષા લીધાની વાત સાંભળી, આ વાત સાંભળતાં જ તે બાળકને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. તે બાળકે માતાને પોતાના ઊપર જરાએ મેહ ન થાય તે માટે નિરંતર રૂદન કરવું શરૂ કરી દીધું. તેથી માતાએ કંટાળીને બાળક છ માસને થયે કે તેના પિતા ધનગિરિને વહોરાવી દીધો. ધનગિરિએ બાળક ગુરૂને સેં. ગુરૂએ બહુ ભાર હોવાને લીધે બાળકનું વજી નામ પાડ્યું. તે બાળકે પારણામાં રહ્યા રહ્યા માત્ર સાંભળી સાંભળીને જ અગિયારે અંગનો અભ્યાસ કર્યો.
જ્યારે બાળક ત્રણ વરસનો થયો ત્યારે રાજાની સમક્ષ માતાએ અનેક સ્વાદિષ્ટ મીઠાઈઓ તથા રમકડાં મૂકી તેને લલચાવવા પ્રયત્ન કર્યો (જુઓ ચિત્ર નં. ૨૧૫). પરંતુ બાળક તેનાથી ભેળવાય નહિ; અને જ્યારે ધનગિરિએ રહણ બતાવ્યું કે તરત જ બાળકે લઈ લીધું. ત્યારપછી માતા અને બાળક વજે ગુરુ પાસે દીક્ષા લીધી. - જ્યારે વમનિ આઠ વરસના થયા તે વખતે પૂર્વભવના તેમના મિત્ર દંભકદેવે વજમુનિને સાકરકેળાની ભિક્ષા આપવા માંડી. વજમુનિએ ધારીને જોયું તો ભિક્ષા આપનારની આંખમાં અનિમિષપણું દેખાયું. દેવે વગર અનિમિષ નેત્ર બીજનાં હોય નહીં અને દેવપિંડ લેવો સાધુને કહ્યું
Jain Et
For Private & Personal Use Only