________________
ક
થા
નહિ મળવાથી, પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા. પ્રભુએ તો મૌનવ્રત સ્વીકારેલું હોવાથી તેઓએ કાંઈપણ પ્રત્યુત્તર ન આપ્યો. તેઓ બધા કછ અને મહાકછ પાસે ગયા. તેમણે ઉત્તર આપ્યો કે:-“જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ આહારવિધિ જાણતા નથી. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પૂછી ન લીધું તે આપણી ભૂલ થઈ. હવે આહાર વિના શું કરવું એ મોટો પ્રશ્ન છે. ભારતની શરમને લીધે પાછા ઘેર જવું એ પણ યોગ્ય નથી.” પછી વિચાર કરીને વનવાસ સેવો એ જ કલ્યાણકારી છે તેમ નકકી કર્યું. આ પ્રમાણે વિચાર કરીને તે બધા પ્રભુનું જ ધ્યાન ધરતા ગંગા નદીના કિનારે વનમાં રહેવા લાગ્યા. ત્યાં તેઓ વૃક્ષ પરથી નીચે પડતાં પાકાં ફળ-ફૂલ, પત્ર વગેરે ખાઈને રહેવા લાગ્યા, અને મસ્તક, મૂછ તથા દાઢીના કેશને સાફ કરતા નહિ હોવાથી જટાધારી તાપસ તરીકે તેઓ પ્રસિદ્ધિને પામ્યા.
પ્રભુએ દીક્ષા લીધી તે પહેલાં તેમણે પિતાના સર્વ પુત્રોને જુદા જુદા દેશનાં રાજ્ય વહેંચી આપ્યા હતા, પરંતુ કછ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્રો કે જેમને પ્રભુએ પિતાના પુત્રની પેઠે રાખ્યા હતા, તેઓ કેઈ કાર્ય પ્રસંગે બહાર ગામ ગએલા હોવાથી, રાજ્યની વહેંચણી વખતે હાજર નહોતા. પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ પાછા આવ્યા અને ભરતે આપવા માંડેલો ભાગ નહિ લેતાં પિતાના વચનથી તેઓ પ્રભુ પાસે ગયા અને કાઉસગ્નધ્યાનમાં રહેલા પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. તેઓ હમેશાં પ્રભુની પાસે ઊડીને આવેલી ધૂળને વાળી નાખે, અને
Jain Education international
For Private & Personal Use Only
wwwwainelibrary.org