________________
પછીથી રસ્થવિર આર્ય સંભૂતિવિજય ગુરૂની પાસે વ્રત આદિ ગ્રહણ કરીને, ગુરૂની આજ્ઞા મેળવી, તેઓ કશાની ચિત્રશાળામાં ચાતુર્માસાર્થે રહ્યા. ચોમાસાના અંતે ઘણું જ હાવભાવ કરનારી કેશાને પ્રતિબોધ આપી તેણીને શ્રાવિકા બનાવી પોતે ગુરૂ પાસે આવ્યા (જુઓ ચિત્ર નં. ૨૧૦). ગુરુએ તેઓને જોઈને “
સુ
ર ” એ પ્રમાણે સંધ સમક્ષ કહ્યું. ગુરૂના આ વચનથી સિંહની ગુફા પાસે, સર્પના રાફડા પાસે તથા કુવાના ભારવટ ઊપર ચાતુર્માસ રહીને આવેલા ત્રણ મુનિઓને (જુઓ ચિત્ર નં ૨૧૧) સ્થૂલભદ્રની આ પ્રશંસા સાંભળીને બહુ જ ખેદ થયો. સિંહની ગુફા પાસે ચાતુર્માસ રહી આવનાર મુનિ બીજું ચોમાસું ગાળવા કેશાને ત્યાં ગુરૂની આજ્ઞા લઈને ગયા. ગુરૂએ તેમને ઘણું સમજાવ્યું, પણ તેઓએ ન માન્યું. કેશા વેશ્યાનું દિવ્ય રૂપ જોતાં જ સિંહ ગુફાવાસી મુનિનું ચિત્ત ચલાયમાન થઈ ગયું. તેમણે ગુરૂ પાસે આવી કહ્યું કે:-“આટલા બધા સાધુઓમાં સ્થૂલભદ્ર તો એક જ છે; આપે ‘દુષ્કરદુષ્કરકારક’ એવું જે બિરૂદ આપ્યું છે તે યથાર્થ જ છે. પુષ્પ, ફુલ, દારૂ, માંસ અને મહિલાના રસ જાણવા છતાં જેઓ તેનાથી વિરક્ત રહી શક્યા છે તેવા ‘દુષ્કર દુષ્કરકારક” ને હું વંદન કરૂં છું.”
સ્થલિભદ્રના ઉપદેશથી પ્રતિબંધ પામેલી કેશાને ત્યાં એક રથિકે, પિનાનું ચાતુર્ય બતાવવા માટે, બાણના મૂળ ભાગમાં બીજું અને બીજા બાણના મૂળ ભાગમાં ત્રીજું એમ કેટલાંક બાણોની
કલક કરો
Jain Educat
e national
For Private & Personal Use Only
library or