________________
કારક છે
કાળા સાપના દરમાં રહેવા છતાં ડંખ ન લાગવા દીધો, અને કાજળની કોટડીમાં રહેવા છતાં પણ ડાઘ લાગવા ન દીધો.”
વળી વેશ્યા રાગવાળી હતી. પિતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી, છએ રસેથી ભરેલાં– ભાવતાં ભેજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનોહર શરીર હતું, ખીલતી યુવાની હતી, કાળા મેઘથી છવાએલી વર્ષાઋતુ હતી, આટલી બધી અનુકૂળ સામગ્રી હોવા છતાં પણ જેમણે આદરપૂર્વક કામદેવને પિતાના કાબુમાં રાખ્યો એવા યુવતીજનેને બાધ દેવામાં કુશળ શ્રીસ્થૂલિભદ્ર મુનિને હું વંદન કરું .” કામદેવને સંબોધન કરીને કવિ કહે છે કે:
“હે કામદેવ ! મનહર નેત્રવાળી સ્ત્રી તે તો તારૂં મુખ્ય શસ્ત્ર છે, વસંતઋતુ, કોકીલાને પંચમ રવિર તથા ચંદ્ર વગેરે તો તારા યોદ્ધાઓ છે અને વિષ્ણુ, બ્રહ્મા તથા શિવ જેવા તે તારા સેવકે છે, છતાં અરે હતાશ ! તું આવા એક મુનિથી શી રીતે હણાયે? શું તે આ મનિને નંદિણ, રથનેમિ અને આદ્રકુમાર જાણ્યા ! તું એટલું પણ ન જાણ્યું કે રણસંગ્રામમાં તારો નાશ કરીને આ મુનિ તો નેમિનાથ, જંબુસ્વામી અને સુદર્શન શેઠ પછી ચોથા પુરુષ થવાના છે???
વળી કવિ શ્રીનેમિનાથ અને શ્રીસ્થલિભદ્રની સરખામણી કરતાં કહે છે કે:
શ્રીનેમિનાથ અને શકટાલસુતને વિચાર કરતાં અમે એકને જ વીર પુરુષ માનીએ છીએ. કારણ કે શ્રી નેમિનાથજીએ તો પર્વત ઊપર જઈને મેહને જીત્યા અને આ મુનિએ
૫૪૦
Jan Educa
O
ne
For Private & Personal Use Only