________________
ફ
સુ
ન્યા
સંપતિને જન્મતાં જ તેના દાદાએ રાજ્ય સુપ્રત કર્યું. એક વખત સ્થવિર શ્રીઆય સુહસ્તિને રથયાત્રાના વરઘેાડામાં જોઇને સ‘પ્રતિ રાજાને પાતાનું જાતિમરણુ જ્ઞાન થયું. તે પછી તેણે સવાલાખ (૧૨૫૦૦૦) જિનમંદીરો, સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) જિનબિંબા, છત્રીશ હજાર (૩૬૦૦૦) જિનમંદીરાના જીર્ણોદ્ધાર, પંચાણું હજાર (૯૫૦૦૦) પિતલની જિનપ્રતિમા તથા હજારો દાનશાલાએથી ત્રિખંડ પૃથ્વીને પણ વિભૂષિત કરી. (કિરણાવલીકારે સવા કરોડ (૧૨૫૦૦૦૦૦) જિનભવન કહેલ છે, તે વિચારવા જેવું છે. કારણ કે અંતર્વાચ્યાદિમાં સપાદલક્ષ એટલે સવાલાખ એમ દેખાય છે.) તેને અનાર્યદેશાના પણુ કર માફ કર્યા, અને સાધુવેષ ધારણ કરાવી વંઠ પુરુષાને પહેલાં માકલી સાધુઓને વિહાર કરવાનું યેાગ્ય ક્ષેત્ર તૈયાર કરાવ્યું. પાતાના તાબાના રાજાઓને જૈનધર્મમાં રસ લેતા કર્યા. વિહાર કરતા સાધુઓને વસ્ત્ર, પાત્ર આદિ પ્રાસુક વસ્તુ મળી શકે એવી ખધે પોતાના ખરચે
વ્યવસ્થા કરી.
વાસિષ્ઠ ગાત્રવાળા સ્થવિર આય સુહસ્તિને બે સ્થવિર અંતેવાસી થયા: એક સુસ્થિત સ્થવિર અને બીજા સુપ્રતિબુદ્ધ સ્થવિર. એક કરોડવાર સૂરિમંત્રના જાપ કરવાથી સુસ્થિત સ્થવિર કાટિક કહેવાતા અને કાબંદીનગરીમાં જનમેલા હાવાથી સુપ્રતિબુદ્ધ સ્થવિર કાકંક કહેવાતા, અને એ બંને
સારાભાઈ નવાબ
* જુદાજુદા સૂરિમંત્ર માટે જુએ ‘સૂરિમંત્ર કલ્પ સંદેાહ' નામના ગ્રંથ. મૂલ્ય ત્રીસ રૂપિયા.
Jain Educational
For Private & Personal Use Only
*-*-*-*-*-*
*********
૫૪૩
brary.org