________________
** v
Jain Educationne
શ્રીવીર નિર્વાણ પછી પાંચસા ચુંમાલીશમા વરસે અંતરંજિકા નામની નગરીમાં ભૂતગૃહ જેવા વ્યંતરના ચૈત્યમાં રહેલા શ્રીગુપ્ત નામના આચાર્યને વંદન કરવા માટે, તેના શિષ્ય રાહગુપ્ત બીજા ગામથી આવતા હતા. રસ્તામાં તેમણે એક વાદીના એક પટહુ વાગતા સાંભળ્યા. રાહગુપ્તે તે પહને સ્પર્શ કરી ગુરૂ પાસે એ વાત નિવેદન કરી.
વાદી એક પરિવ્રાજક સંન્યાસી હતા. તેની પાસે ૧ વીંછી, ૨ સર્પ, ૩ ઉંદર ૪ મૃગી, ૫ વરાહી, ૬ કાકી અને ૭ શકુનિકા નામની વિદ્યા હતી. પરંતુ તેની સર્વ વિદ્યાઓને ઉપધાત કરે એવી ૧ મયૂરી, ૨ નકુલી, ૩ બિલાડી, ૪ વ્યાધી, ૫ સિંહી, ૬ ઉલૂકી અને ૭ શ્યેની વગેરે સાત વિદ્યાએ રાહગુપ્તે ગુરૂ પાસેથી મેળવી લીધી. તે ઉપરાંત સર્વ ઉપદ્રવાના નાશ કરવામાં સમર્થ એવું રોહરણ—આધા પણ ગુરૂએ રાહગ્રસને આપ્યા. પછી બલશ્રી નામના રાજાની સભામાં આવી પાટ્ટશાલ નામના પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરવાની શરુઆત કરી. પરિવ્રાજકે પેાતાના વાદમાં જીવ અને અજીવ, સુખ અને દુ:ખ વગેરે બે રાશિની સ્થાપના કરી. રાહગુપ્તે ત્રણ દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લાક, ત્રણ પદ, ત્રણ પુષ્કર, ત્રણ બ્રહ્મા, ત્રણ વર્ણ, ત્રણ ગુણ, ત્રણ પુરુષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન, અને ત્રણ અર્થના વાદ સામે ઊભા કર્યા. ત્રણ જીવનું સમર્થન કરતાં તેમણે જીવ, અજીવ અને નેાજીવ એ પ્રમાણે ત્રણ રાશિની સભામાં સ્થાપના કરી. પછી પરિવ્રાજકની વિદ્યાઓને પાતાની વિદ્યાઆના બળથી જીતી લીધી. છેવટે પરિવ્રાજકે રાસભી વિદ્યાના પ્રયાગ કર્યો,
For Private & Personal Use Only
**********
૫૪૮
brary.org