________________
ચાર પૂર્વની શ્રીસ્થૂલભદ્રને વાચના આપી. કહ્યું છે કે
“શ્રી જબુસ્વામી છેલ્લા કેવલી થયા અને પ્રભવસ્વામી, શયંભવસૂરિ, યશોભદ્રસૂરિ, શ્રીસંભૂતિવિજય, શ્રીભદ્રબાહુ સ્વામી અને રવિર સ્થૂલભદ્ર એ છ શ્રુતકેવલી થયા.”
ગૌતમગાત્રવાળા સ્થવિર આર્ય સ્થૂલભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા: એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિ. તેઓનો સંબંધ આ પ્રમાણે છે:–“જિનકલ્પને વિચ્છેદ જવા છતાં પણ જે ધીર પુરુષોએ જિનકલ્પની તુલના કરી તે મુનિઓને વિષે વૃષભ સમાન અને શ્રેષ્ટ ચારિત્રને ધારણ કરનાર આર્ય મહાગિરિ તે અવશ્ય વંદનીય જ છે. અને જિનકલ્પની તુલના કરી તથા આર્ય સુહસ્તિઓ શેઠના ઘરમાં જેઓની સ્તવના કરી તે આર્ય મહાગિરિને પણ હું વંદના કરૂં છું.”
જે આર્ય સુહસ્તિઓ સંપ્રતિ રાજાને તેના પૂર્વભવમાં–ભિક્ષુકના જનમમાં દીક્ષા આપી તે અનિપ્રવર આર્ય સુહસ્તિને હું વંદન કરું છું.
સ્થવિર આર્ય સુહસ્તિએ દુષ્કાળના વખતમાં પોતાના સાધુઓ પાસે ભિક્ષાની યાચના કરતાં એક ભિખારીને દીક્ષા આપી હતી. તે ભિખારીને જીવ મરીને, શ્રેણિશ્નો પુત્ર કેણિક, તેને પુત્ર ઉદાયી, તેની પાટે નવ નંદ, તેની પાટે ચંદ્રગુપ્ત, તેને પુત્ર બિંદુસાર, તેનો પુત્ર અશશ્રી, તેને પુત્ર કુણાલ અને તેના પુત્ર સંપ્રતિ તરીકે થયે.
આ
d
ation
For Private & Personal Use Only