________________
સરખી હાર કરી, દર રહેલ આંબાની લંબ તોડી નાખી, તે લંબ કેશાની પાસે મૂકી. એના ગર્વને તોડવા કેશાએ સરસવના ઢગલા ઊપર સેય અને તે સમયના અગ્રભાગ ઊપર ફલ | મૂકાવી, તેના ઉપર નૃત્ય કર્યું (જુઓ ચિત્ર નં. ૨૧૨). એવું અદ્ભુત નૃત્ય કરવાં છતાં તેણીએ કહ્યું કે –
" न दुकरं अंबयलुम्वितोडणं, न दुकरं सरिसवनच्चिआइ । तं दुकरं तं च महाणुभावं, जं सो मुणी पमयवणंमि वुच्छो॥
આંબાની લંબ તોડવી એમાં કાંઈ જ દુષ્કરતા નથી, સરસવ ઊપર નૃત્ય કરવું એ પણ એટલું બધું દુષ્કર નથી; પરંતુ જે મહાનુભાવ મુનિએ પ્રમદારૂપી વનમાં પણ નિર્મોહીપણું દાખવ્યું તે તો દુષ્કરમાં પણ દુષ્કર ગણાય.”
કવિઓ પણ કહે છે કે –“પર્વતમાં, ગુફામાં કે નિર્જન વનવાસ કરનારા અને ઇંદ્રિયને સંયમમાં રાખનારા હજારો મુનિઓ થઈ ગયા, પરંતુ અતિ મનહર યુવતી સાથે વસવા છતાં જેઓ ઇંદ્રિયોને વશમાં રાખી શકયા એવા તો એક શકટાલ નંદન–સ્થૂલભદ્ર જ છે. તેઓએ અગ્નિમાં પ્રવેશ કર્યો છતાં ઊની આંચ ન લાગવા દીધી, તરવારની ધાર ઉપર ચાલવા છતાં છેદ લાગવા ન દીધો;
૫૯
in
due
For Private & Personal Use Only
sry.org