________________
મા
દેવ પાસે નંદનવનમાંથી ગશીર્ષચંદનના લાકડાં મંગાવી ત્રણ ચિતા તૈયાર કરાવી. એક ચિતા તીર્થકરના શરીર માટે, બીજી ગણધરના શરીર માટે, અને ત્રીજી બાકીના મુનિઓનાં શરીર માટે. પછી આભિગિક દેવો ક્ષીરસમુદ્રનું પાણી લઈ આવ્યા. પછી છે તે પાણીથી પ્રભુના શરીરને
સ્નાન કરાવ્યું, ગશીર્ષચંદનનું વિલેપન કર્યું, હંસલક્ષણવાળું વસ્ત્ર ઓઢાડયું અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યું. એ જ પ્રમાણે બીજા દેવોએ પણ ગણુધરે અને બીજા મુનિઓનાં શરીરોની સ્નાન-વિલેપન આદિ વિધિ કરી.
ત્યારપછી શકે વિચિત્ર પ્રકારના ચિત્રોવાળી ત્રણ પાલખીઓ તૈયાર કરાવી. હૃદયમાં ગ્લાનિ અને દીનતા ભરી હતી અને બંને નેત્રોમાંથી અશ્રનો પ્રવાહ વહેતો હતો છતાં પ્રભુના શરીરને સાચવીને પાલખીમાં પધરાવ્યું. તે જ પ્રમાણે બીજા દેવોએ ગણધર અને મુનિવરોનાં શરીરને પાલખીમાં પધરાવ્યાં.
પછી શકે ચિતા પાસે પ્રભુના શરીરને પાલખીમાંથી ઊતાર્યું અને ચિતામાં સ્થાપન કર્યું. બીજા દેવોએ ગણધર અને મુનિવરોનાં શરીરને પણ પાલખીમાંથી ઊતારીને ચિતામાં થાપન કર્યો. પછી શુક્રની આજ્ઞાથી નિરાનંદી અને નિરુત્સાહી જણાતા અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રદિપ્ત કર્યો, અને વાયુકમાર દેવોએ વાયુ વિકર્થે, બાકીના દેવોએ તે ચિતાઓમાં કાળા અગરૂ, ચંદન વગેરે ઉત્તમ કા નાખ્યાં, મધ અને ઘીના ઘડા સીંચ્યાં, અને જ્યારે
Jand
For Private & Personal Use Only
and brary.org