________________
ખ્યા
વગેરે તેમાં ભરેલા છે અને તે ઉપરાંત તેનું પ્રમાણુ મોટું છે. જો કે માત્ર સૂત્રને જાણકાર કહેવાથી પણ દ્વાદશાંગીપણું અને ચોદ પર્વીપણું આવી જાય છે, પરંતુ વિશેષ ચેખવટ કરવાના હેતુથી એમ પણ કહેવામાં આવે છે કે સમસ્ત ગણધર ગણિપિટકને ધારણ કરનારા હતા. ‘ગણ જેને હોય તે ગણી એટલે કે ભાવાચાર્ય અને પિટક એટલે પેટી-રત્ન કરંડકની માફક ગણિપિટક-દ્વાદશાંગી. સ્થૂલિભદ્રની માફક અપૂર્ણ નહિ, પરંતુ સર્વાક્ષર સન્નિપાતિપણું હોવાથી સંપૂર્ણ દ્વાદશાંગીના સૂત્ર અને અર્થ બંનેના ધારક હતા.
તે અગિયાર ગણધરો રાજગૃહ નગરમાં જળરહિત એક મહિના સુધીનું અનશન કરી મોક્ષે ગયા છે (જુઓ ચિત્ર નં. ૨૦૬-૨૦૭). શ્રી મહાવીર પ્રભુ મા ગયા પછી સ્થવિર ઈદ્રિભૂતિ અને
સ્થવિર આર્ય સુધર્મા એ બંને રવિરો નિર્વાણ પામ્યા, એટલે નવ ગણધરો તો પ્રભુના જીવતાં જ નિર્વાણ પામ્યા. ઈદ્રભૂતિ અને સુધર્મા પ્રભુના નિર્વાણ પામ્યા પછી નિર્વાણ પામ્યા. જેઓ આ આજકાલ શ્રમણ નિર્ગથે વિહરે છે–વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારના સંતાનો છે એટલે એમની શિષ્ય સંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો અપત્ય વિનાના એટલે શિષ્ય સંતાન વિનાના નિર્વાણ પામ્યા છે. કારણ કે તેઓએ પોતપોતાના મરણ અવસરે પોતાના ગુણ શ્રીસુધર્માસ્વામીને સેપ્યા હતા. શ્રમણ ભગવાન મહાવીર કાયપગંત્રી હતા. કાશ્યપગાત્રી શ્રમણુ ભગવાન મહાવીરને
પિ૨૮
Jain Educa
For Private & Personal Use Only
I
!