________________
શીલાની ઊપર મેં સિંહલગ્ન માંડયું હતું, પરંતુ સૂઈ જતી વખતે તે લગ્ન ભૂંસવાનું હું ભૂલી ગયો, મને તે વાત યાદ આવી એટલે લગ્ન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું તે ભૂંસી નાખવા તૈયાર થયા. પરંતુ ત્યાં આવીને જોયું તો એ શિલા ઊપર મેટો સિંહ આવીને બેઠે હતા. મેં સિંહની દરકાર કર્યા વિના તેની નીચે હાથ નાખી લગ્ન ભૂંસી નાખ્યું. આથી મારા ઉપર સંતુષ્ટ થએલો સિંહ લગ્નને અધિપતિ સૂર્ય મારી આગળ આવી હાજર થયો, અને મને પિતાના મંડલમાં લઈ જઈને ગ્રહની સર્વ ગતિ મને બતાવી દીધી.”
એક દિવસે વરાહમિહિરે રાજાને કહ્યું કે:-“આ જે કંડાળું કરવામાં આવ્યું છે તેની મધ્યમાં બાવન પલના પ્રમાણુવાળા મજ્ય આકાશમાંથી પડશે.'
ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે:-“માર્ગમાં અર્ધપલ શોષાઈ જવાથી સાડાએકાવન પલના પ્રમાણુવાળા અને કુંડાળાની વચમાં નહીં પણ છેડે મય પડશે.” વરાહમિહિરનું કહેવું છેટું પડયું અને શ્રીભદ્રબાહસ્વામીનું વચન સત્ય પડ્યું.
વળી એક વખત તે રાજાને ત્યાં રાજકુમાર અવતર્યો. વરાહમિહિરે કહ્યું કે:-“આ રાજકુમારનું આયુષ્ય સો વરસનું છે.” ભદ્રબાહુ વરાહમિહિરની માફક જેવા પણ ન ગયા. આથી લોકોમાં જૈનની નિંદા થવા લાગી. એટલે ભદ્રબાસ્વામીએ કહેવડાવ્યું કે:-“આજથી સાતમા દિવસે રાજકુમારનું મૃત્યુ બિલાડીથી થવાનું છે.' પછી રાજાએ શહેરમાંથી સર્વ બિલાડી
138
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org