________________
આ
પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
પ્રભુને કેવળજ્ઞાન થએલું જાણી કચ્છ અને મહાકછ સિવાયના બધા તાપોએ પ્રભુ પાસે આવી ફરીથી દીક્ષા લીધી. મરૂદેવાના નિર્વાણથી શકાતુર થએલા ભરતને ઇકે સમજાવી શેનું નિવારણ કર્યું, અને પછી ભારત મહારાજા પ્રભુને વંદન કરીને પોતાને સ્થાને ગયા. ત્યારપછી ભરત મહારાજાએ ચક્રરત્નની પૂજા કરી, શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસ સુધી ભરતક્ષેત્રના છ ખંડ સાધીને પિતાના ઘેર પાછા આવ્યા. ચક્ર તો આયુધશાળાની બહાર જ રહ્યું. તેનું કારણ પૂછતાં માલુમ પડ્યું કે પોતાના નવ્વાણું ભાઈઓ હજુ તેમની આજ્ઞા માનતા નથી. તેથી ભારતે પોતાના અઠ્ઠાણું ભાઈઓને પિતાની આજ્ઞામાં રહેવાનું દૂત મારફતે કહેવડાવ્યું. બધા ભાઈઓ એકઠા થયા અને આપણે ભારતની આજ્ઞા માનવી કે તેમની સાથે યુદ્ધ કરવું, એ બાબતની સલાહ લેવા પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેઓને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણા વડે બાધ પમાડીને દીક્ષા આપી.
પછી ભરત મહારાજાએ બાહુબલિ પાસે દત મોકલ્યો. તેણે ભારતની આજ્ઞાને તિરસ્કાર કરી યુદ્ધની તૈયારી કરી. ભરત અને બાહુબલિ વચ્ચે બાર વરસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, છતાં બંનેમાંથી એકેની જીત ના થઈ. પછી શકે આવી માણસને કચ્ચરઘાણ નીકળી જતો બચાવ્યો અને દુષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી બંનેએ પરસ્પર લડવું એમ ઠરાવી આપ્યું (જુઓ ચિત્ર નં. ૧૯૯). એ ચારે યુદ્ધમાં ભરત મહારાજાના
તે પર
૫૧૩
છે
Jain Edels
For Private & Personal Use Only