________________
હૂ જ
જ્યા
Jain Educ
પ્રાતિહાર્ય લક્ષ્મી દેખી માતા વિચારવા લાગ્યાં કે: “ ખરેખર માહથી વિવ્હલ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે ! પોતાના સ્વાર્થ હોય ત્યાંસુધી જ સૈા સ્નેહ બતાવે છે! હું ઋષભના દુ:ખની ચિંતા કરી કરીને રડીને આંધળી થઇ, છતાં સુર–અસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ ભાગવતા ઋષભે મને સુખસમાચારને સંદેશો પણ ન માક્લ્યા! આવા સ્વાર્થી સ્નેહને ધિક્કાર હા!” આ પ્રમાણે ભાવના ભાવતાં ભાવતાં માતા મરૂદેવાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ ક્ષણે આયુષ્યના ક્ષય થવાથી તે મુક્તિ પામ્યાં.
અહીં કવિ ઘટના કરે છે કે:—“જગત્માં યુગાદીશ સમાન કાઇ પુત્ર નહીં, જેણે પાતે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને જે કેવળજ્ઞાનરૂપી રત્ન મેળવ્યું હતું તે સ્નેહવડે પ્રથમ પોતાની માતાને અર્પણ કરી દીધું.” વળી “જગત્માં મરૂદેવા જેવા માતા પણ નહીં હોય, જેણે પેાતાના પુત્ર માટે મુક્તિરૂપી કન્યા જેવા અને માક્ષના માર્ગ સ્ફુટ હાવા છતાં તે જેવા આગળથી જ ચાલી નીકળ્યાં.’ સમવસરણમાં પ્રભુએ ધર્મદેશના આપી, તેથી ઋષભસેન વગેરે ભરતનાં પાંચસે પુત્રોએ અને સાતસા પોત્રાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. તેમાંથી પ્રભુએ ઋષભસેન વગેરે ચારાશી ગણધરોની સ્થાપના કરી. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, અને તે મુખ્ય સાધ્વી થઇ. ભરત રાજા પ્રથમ શ્રાવક થયા. સુંદરી પણ દીક્ષા લેવાની ભાવના રાખતી હતી; પરંતુ તેણીને અત્યંત રૂપવાન જાણીને સ્રીરત્ન તરીકે સ્થાપન કરવા માટે ભરતે દીક્ષા લેવાની આજ્ઞા ન આપી, તેથી તે શ્રાવિકા થઈ. આ પ્રમાણે
For Private & Personal Use Only
tional
પર
orary.org