________________
Is
" माइज्ज घडसहस्सा अहवा माइज सागरा सव्वे ।
जस्सेयारिस लद्धी सो पाणिपडिग्गही होई ॥१॥ જેમના હાથની અંદર હજારે ઘડા સમાઈ જાય અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય. એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે કરપાત્રી કહેવાય.”
અહીં કવિ ઉસ્નેક્ષા કરતાં કહે છે કે:-“પ્રભુએ પોતાના જમણા હાથને પૂછયું કે:કીડી “અરે ! તું ભિક્ષા કેમ નથી લેતો.” જમણા હાથે જવાબ આપ્યો કે;–“પ્રભુ ! હું ભિક્ષા
તો લઉં પણ દાતારના હાથ નીચે મારે રહેવું પડે તે મને કેમ પાલવે ? કારણકે હું તો પૂજા, ભજન, દાન, શાંતિકર્મ, કલા, પાણિગ્રહણ, સ્થાપના, શુદ્ધતા, પ્રેક્ષણ, હસ્ત અર્પણ, વગેરે મુખ્ય ક્રિયાઓમાં જ રોકાએલો રહું છું. એટલે હે ભગવન ! હું આ ઉત્તમ કાર્ય કરનાર, એક દાતારના હાથ નીચે રહી હલકે કેમ ગણાઉં.’
આ પ્રમાણે જમણે હાથ બેલીને મૌન રહ્યો એટલે પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવાની ભલામણ કરી. તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે:-“હે પ્રભુ ! રણસંગ્રામ વખતે મને જ આગળ ધરવામાં આવે છે, અંક ગણવામાં પણ હું જ હમેશાં તૈયાર રહું છું અને ડાબા પડખે સૂઈ રહેવા વગેરેના કાર્યમાં મારો જ ઉપયોગ કરવામાં આવે છે, એટલે મને તો
E
a
fe
For Private & Personal Use Only