________________
S*
r
કોઈ કkk ,
કોઈપણ દાતારના હાથ નીચે રહેવું પાલવે જ નહીં. માટે જુગારના વ્યસની જમણા હાથને જ આપ આજ્ઞા કરે.” જમણા હાથે કહ્યું કે:-“ગમે તેમ પણ હું પવિત્ર છું અને તું પવિત્ર નથી.”
પ્રભુએ બંને હાથને સમજાવ્યા કે –“તમે જ રાજયલક્ષ્મી ઉપાર્જન કરી, તમે જ દાન દઈ અર્થીઓના સમૂહને કૃતાર્થ કર્યા, તમે પોતે નિરંતર સંતુષ્ટ રહી છે. તો હવે દાન દેનારા ઊપર દયા લાવી ગ્રહણ કરો.” એ પ્રમાણે બને હરસ્તોને સમજાવ્યા ત્યારે જ તેઓ શ્રેયાંસકુમાર પાસેથી તાજે શેરડીનો રસ ગ્રહણ કરી પૂર્ણતાને પામ્યા ! એવા શ્રી ઋષભ પ્રભુ આપણું રક્ષણ કરો !
શ્રેયાંસકુમારે પ્રભુને દાન દીધું તે વખતે તેની આંખમાંથી હર્ષનાં આંસુઓ વસતા હતા. અને દેએ વસ્ત્રોની, સુગંધી જળની અને પુષ્પની વૃષ્ટિ કરી તથા આકાશમાં “અહાદાન ! અહાદાન !” ના અવાજે થવા લાગ્યા અને દેવદુંદુભિ વાગવા લાગી સાડાબાર કરોડ સોનૈયાની ત્યાં વૃષ્ટિ થઈ. પ્રભુએ તે રસ વડે પોતાની એક વરસની તપશ્ચર્યાનું પારણું કર્યું આજે પણ ધાર્મિક જેને એક વરસની તપશ્ચર્યા કરે છે, જે ‘વરસીતપ ના નામે ઓળખવામાં આવે છે અને વૈશાખ સુદી ૩–અક્ષય તૃતીયાના દિવસે શેરડીના રસથી પારણું કરે છે. એ વખતે સર્વ નગરજનો તથા તાપસે પણ શ્રેયાંસકુમાર પાસે આવ્યા. શ્રેયાંસે તેમને કહ્યું કે:-“હે લેકે ! સદ્ગતિ મેળવવાની ઈરછાવાળાઓએ આ પ્રમાણે સાધુઓને નિર્દોષ આહારની જ ભિક્ષા આપવી જોઈએ.” આ અવેસર્પિણીમાં દાન દેવાનો રિવાજ પ્રથમ શ્રેયાંસકુમારથી જ શરૂ થયો.
NR NR
આપ૦૬
No
Jain Ede
b rary.org
For Private & Personal Use Only
r
ational