________________
લકોએ શ્રેયાંસકુમારને પૂછ્યું કે:-“તમે આ શી રીતે જાણ્યું.” એટલે શ્રેયાંસે પ્રભુ સાથેનો પિતાને આઠ ભવને સંબંધ આ પ્રમાણે કહી બતાવ્યો : ૧ પ્રથમ ભવમાં પ્રભુ જ્યારે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે હું સ્વયંપ્રભા નામે તેમની દેવી હતી. ૨ બીજા ભવમાં પર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નામના નગરમાં પ્રભુ વજંઘ નામે રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામની રાણી હતી. ૩ ત્રીજા ભવમાં પ્રભુ જ્યારે યુગલિક હતા, ત્યારે હું તેમની યુગલિકા હતી. ૪ ચોથા ભવમાં અમે બંને સૈધર્મ દેવલોકમાં મિત્રદેવ તરીકે ઉત્પન્ન થયા હતા. ૫ પાંચમા ભવમાં પ્રભુ જ્યારે અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા હતા, ત્યારે હું જીર્ણશેઠનો કેશવ નામને પુત્ર થયો અને તેમનો મિત્ર હતો. ૬ છઠ્ઠા ભવમાં અમે બંને જણ અશ્રુત દેવલોકમાં દેવ થયા હતા. ૭ સાતમા ભાવમાં પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજનાભ નામે ચક્રવર્તી થયા અને હું તેમને સારથી થયા. ૮ આઠમા ભાવમાં અમે બંને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા. ત્યાંથી ચવીને પ્રભુ અહીં તીર્થકર થયા છે અને હું તેમને પ્રપૌત્ર થયો છું.
આ પ્રમાણે શ્રેયાંસની પાસેથી સાંભળીને લોક કહેવા લાગ્યા કે:-“શ્રી ઋષભદેવ સમાન પાત્ર. શેરડીના રસ જેવું નિવદ્ય દાન, અને શ્રેયાંસ જેવો ભાવ હોય તો ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય.?? એ પ્રમાણે સ્તુતિ કરતા લેકે પોતપોતાને સ્થાને ગયા.
[ એક વખત પ્રભુ વિહાર કરતા કરતા એક સાંજના બહલીદેશમાં તક્ષશિલા નગરીની
૫૨૬
Jain Ede
For Private & Personal Use Only
કI