________________
તે
શ્રેયાંસકુમાર પિતાના મહેલમાં ગયો. મહેલના ઝરૂખામાં બેસી જોયું તો લોકોના મુખકરી માંથી “ પ્રભુ કાંઈ પણ લેતા નથી” એવા ઉદ્દગારો શ્રેયાંસના સાંભળવામાં આવ્યા. એટલામાં
શ્રેયાંસની નજરે પ્રભુ આવતા દેખાયા. પ્રભુને અને પ્રભુના વેષને જોતાં જ “મેં આવો વેષ જેએલો છે.” એમ તેને લાગ્યું. એ વિષે ઊંડે વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના પ્રતાપે તે જાણી શકો કે –“હું પૂર્વભવમાં પ્રભુને સારથી હતો, અને પ્રભુ વજનાભ નામના ચક્રવર્તી હતા. પ્રભુએ અને મેં વજસેન તીર્થકરની પાસે દીક્ષા લીધી હતી. તે વખતે વાસેનના મુખથી જ મેં સાંભળ્યું હતું કે આ વજનાભને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે.” - શ્રેયાંસકુમાર આ પ્રમાણે વિચાર કરે છે, એટલામાં એક માણસે શ્રેયાંસની પાસે આવી ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડા હર્ષપૂર્વક ભેટ ધર્યા. પછી તેણે પ્રભુને વિનંતી કરી કે:-“હે ભગવન ! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો.”
પ્રભુએ પણ બંને હાથની પસલી કરી, હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. શ્રેયાંસકુમારે રસના ભરેલા બધાએ ઘડા એક પછી એક ઠલવવા માંડ્યા. સર્વ ઘડાનો રસ શ્રેયાંસે પસારેલા પ્રભુના હાથમાં રેડી દીધે, છતાં રસનું એકપણ ટીપુ નીચે ન પડતાં રસની શિખા ઊપર વધવા લાગી. કહ્યું છે કે:
રીતે દર વર્ગ
"S
Jain Ede
.
For Private
Personal Use Only