________________
← જ ન
કમળપત્રમાં જળ લાવી ચારે તરફ છંટકાવ કરે, અને પ્રભુની પાસે જાનુપ્રમાણ સુગંધી પુષ્પા પાથરી પંચાંગ પ્રણામ કરી “હે પ્રભુ ! અમને રાજ્ય આપે !” એ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા.
ત્યાં એક વખતે ધરણંદ્ર ભક્તિભાવપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યો. ત્યાં નમિ અને વિનમિને પ્રભુની ભક્તિ કરતા જોઈ, સંતુષ્ટ થઇ ધરણેન્દ્રે કહ્યું કે: “ હે ભાઈ ! પ્રભુ તા નિસંગ છે, તેમની પાસે રાજ્યની માગણી થઈ શકે નહિ. પરંતુ તમારી પ્રભુભક્તિના બદલામાં હું જ તમને રાજ્ય આપીશ.' એમ કહીને ધરણેન્દ્રે તેમને અડતાલીશ હજાર (૪૮૦૦૦) વિદ્યા આપી, તેમાં ગેરી, ગાંધારી, રોહિણી અને પ્રાપ્તિ નામની ચાર મહાવિદ્યાએ પાઇસિદ્ધ આપી. કિરણાવલી ટીકાકાર ૪૮ વિદ્યા આપવાનું કહે છે તે બરાબર નથી, કારણકે આવશ્યકવૃત્તિમાં ૪૮૦૦૦ વિદ્યા આપવાનું કહેલું છે. વિદ્યા આપીને ધરણેન્દ્રે કહ્યું કે:–“ આ વિદ્યાઓ વડે તમે વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા છેા, એટલે હવે તમે સ્વજન-પરિવારને લઇને સુખેથી વૈતાઢ્ય પર્વત ઊપર જાઓ, ત્યાં દક્ષિણ વિદ્યાધર શ્રેણિમાં ગૌરેય—ગાંધાર વગેરે આઠ નિકાયા–જાતિએ અને રથનુપુર ચક્રવાલાદિ પચાસ નગર વસાવેા. ઉત્તરશ્રેણિમાં પડક—વશાલય વગેરે આઠ નિકાયા અને ગગનવલ્લભ આદિ સાઠ નગરો વસાવે.''
પછી કૃતાર્થ થએલા મિ અને વિનમિએ પોતાના પિતા પાસે અને ભરત રાજા પાસે સઘળી હકીકત નિવેદન કરી અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં વિનમિએ
For Private & Personal Use Only
Jain Education International
****
XXNYENGINE MINAMING
૫૦૨
elibrary.org