________________
નિવાસ કર્યો.
પ્રભુના સમયમાં લેકે સમૃદ્ધિશાલી અને ભદ્રિક હોવાથી દાનમાં અન્ન પાણી આપવા જોઈએ તે વાત સમજતા નહોતા. તેથી ભિક્ષા માટે પ્રભુ જ્યાં જ્યાં જતા ત્યાંત્યાં લોકો તેમને કીંમતી વસ્ત્રો, ઘરેણુ, કન્યા વગેરેની ભેટ મૂકીને પ્રભુને પિતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપવા લાગ્યા. આ રીતે યોગ્ય ભિક્ષા નહિ મળવા છતાં દીનતારહિત મનવાળા પ્રભુ પ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત પ્રભુ વિહાર કરતા કરતા કુરૂદેશના હસ્તિનાપુર નગરમાં પધાર્યા. આવશ્યવૃત્તિ અનુસારે ત્યાં બાહુબલિનો પુત્ર સમપ્રભ રાજ્ય કરતો હતો, અને સેમપ્રભનો શ્રેયાંસ નામને પુત્ર યુવરાજપદે હતો. તે શ્રેયાંસકુમારે રાતે “પોતે શ્યામવર્ણવાળા મેરુ પર્વતનો અમૃત ભરેલા કળશ વડે અભિષેક કર્યો અને તેથી તે અત્યંત દીપી નીકળ્યો. એવું સ્વમ જોયું. તે જ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે પણ તે જ રાતે શ્રેયાંસકુમારને સર્યમંડળનાં ખરી પડેલાં કિરણો ફરીથી તેમાં સ્થાપતો સ્વમમાં જોયા. રાજાએ પણ સ્વમમાં શત્રના લશ્કર સાથે લડતા કેઈ મહાપુરુષને શ્રેયાંસની સહાયથી વિજય પામતા જોયા. સવારમાં ત્રણે જણ રાજસભામાં એકઠા થયા, તેઓએ પોતપોતાને આવેલાં સ્વમ એક બીજાને કહ્યાં એટલે રાજાએ તે ત્રણે સ્વમનો સાર કાઢયો કે:-શ્રેયાંસને કેઈપણ મહાન લાભ થવો જોઈએ.” પછી સભા વિસર્જન કરવામાં આવી.
૫૩
Jin
LA
na
For Private & Personal Use Only