________________
家樂家、家家、家樂家樂家
પહેલાંની જેમ સાફ કરી, પાણીમાં પલાળી, થોડા વખત મૂઠીમાં રાખી, મૂઠીની ગરમીથી ગરમ કરી ખાવા લાગ્યા. એ રીતે ખાધેલું ધાન્ય હેલાઈથી પચી શકે તેટલા માટે તેમણે ઘણાઘણું ઉપાયે કરી જોયા. એટલામાં બે વૃક્ષો ઘસાવાથી નવો જ અગ્નિ ઉત્પન્ન થયો. એ અગ્નિ, ઘાસ તથા લાકડાં વગેરેને બાળી નાંખતે આગળ વધવા લાગ્યા. તેઓ અગ્નિને કઈ અભુત પ્રકારનું રત્ન સમજીને, તેને ગ્રહણ કરવા પિતાના હાથ લંબાવવા લાગ્યા. પણ હાથે દાઝવાથી ભયભીત થયેલા યુગલિયાએ પ્રભુ પાસે આવી વિનંતિ કરવા લાગ્યા.
પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી કહ્યું કે;–“હે યુગલિક ! એ અગ્નિ ઉત્પન્ન થયા છે. હવે તમે તે અગ્નિમાં ચોખા વગેરે ધાન્ય રાંધીને ખાશે તો તે સહેલાઈથી પચાવી શકાશે.??
પ્રભુનાં વચનો સાંભળી, અજીર્ણથી કંટાળેલા યુગલિયા બહુ હર્ષ પામ્યા. તેમણે ચેખા તથા બીજું ધાન્ય અગ્નિમાં હોમી દઈ, કલ્પવૃક્ષની પાસે ફળ યાચવામાં આવે તેવી રીતે અગ્નિની પાસે ઊભા રહી પાકેલા અન્નની પ્રાર્થના કરી. તેણે તો પોતાના સ્વભાવ પ્રમાણે ધાન્યને બાળીને ભસ્મ કરી દીધું. તેમને થયું કે –“ અરે આ પાપાત્મા કોઈ રાક્ષસ જેવો લાગે છે ! જે અમારું આટલું બધું અનાજ ખાઈ જાય છે છતાં અતૃપ્ત જ રહે છે અને અમને કાંઈ પણ પાછું નથી આપતા. આપણું પ્રભુને કહીને આ અગ્નિને સખત સજા કરાવવી પડશે.” અગ્નિ પાસેથી અન્યાય પામેલા યુગલિયાએ પ્રભુ પાસે જવા તૈયાર થયા. એટલામાં
Jain Education International
For Private & Personal Use Only
brary.org