________________
ચોથા કુલકરના સમયમાં નાનો અપરાધ થતાં હકાર દંડનીતી અને મોટો અપરાધ થતાં મકાર રૂપ દંડનીતી અમલમાં આવી. પ્રસેનજિત અને મરૂદેવ નામના પાંચમા અને છઠ્ઠા કુલકરના સમયમાં તથા સાતમા નાભિ કુલકરના સમયમાં નાના અપરાધ માટે ધિકકારરૂપ દંડનીતી અમલમાં આવી હતી. કાળના પ્રભાવથી યુગલિયાઓમાં ક્રોધાદિ કષા વધવા લાગ્યા. તેથી સઘળા યુગલિયાઓએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણી તેમને તે હકીકત નિવેદન કરી.
પ્રભુએ કહ્યું કે:-“જે લેકે મર્યાદાઓનું ઉલ્લંઘન કરેતેઓને શિક્ષા કરવા માટે રાજા જોઈએ અને તે રાજા લોકોથી અભિષેક કરાએલો તથા પ્રધાન વગેરે પરિવારવાળો જોઈએ.” યુગલિયાઓએ કહ્યું કે –“અમારે પણ એ જ રાજા જોઈએ.” પ્રભુએ કહ્યું કે:-“તમે નાભિ કુલકર પાસે જઈ તમારી માગણી રજુ કરો.”
યુગલિયાઓએ નાભિ કુલકર પાસે જઈ પોતાની માગણી રજુ કરી. નાભિ કુલકરે કહ્યું કે“તમારો રાજા ઋષભ જ થશે.”
પછી યુગલિયાઓ રાજ્યાભિષેક કરવા સારૂ પાણી લેવા સરોવર તરફ ગયા. તે વખતે શકેંદ્રનું સિંહાસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુને રાજયાભિષેક કરવાને સમય જાણી તે દેવો સહિત પ્રભુ પાસે આવી પહોંરો.
- પછી સાધમેન્દ્ર એક વેદિકા રચી તેના ઉપર સિંહાસન સ્થાપ્યું. દેવોએ આણેલા તીર્થજળ
Jan Edu
For Private & Personal Use Only
the brary.org