________________
સુ
જ્યા
»
**
પ્રથમ
પામી. યુગલિયા આ સુંદર યુવાન સ્ત્રીને નાભિ કુલકર પાસે લાવ્યા. નાભિ કુલકરે કહ્યું કે:− આ સુનંદા નામની સુંદર કન્યા ઋષભની પત્નિ થશે.” એમ કહી લેાકેાને વિદાય કર્યો. પછી સુનદા અને સુમ'ગલાની સાથે વૃદ્ધિ પામતા ઋષભ યોવન અવસ્થાને પામ્યા. તે વખતે ઈંદ્ર પણ તીર્થંકરના વિવાહ કરવા એ મારા આચાર છે.” એમ વિચારી કરાડા દેવ દેવીઓથી પિરવરેલા ઈંદ્ર પ્રભુ પાસે આવ્યા અને વિવાહ આરંભ્યા. પ્રભુનું વર સંબંધી સઘળુ કાર્ય ઇંદ્રે પાતે, તથા બંને કન્યાનું વધુ સંબંધી કાર્ય દેવીઓએ કર્યું હતું (જુએ ચિત્ર નં. ૧૯૧). ત્યારપછી તે બંને સ્ત્રીઓ સાથે ભેગ ભાગવતાં પ્રભુને છ લાખ પૂર્વ વ્યતીત થયા ત્યારે, સુમ‘ગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ યુગલને જનમ આપ્યા, અને સુનંદાએ બાહુબલિ અને સુંદરી રૂપ યુગલને જનમ આપ્યા.
કૌશલિક અહત ઋષભ કાશ્યપ ગોત્રના હતા. તેમનાં પાંચ નામેા આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે, ૧ ઋષભ એ પ્રમાણે, ર્ ‘પ્રથમ રાજા' એ પ્રમાણે, ૩ અથવા ‘પ્રથમ ભિક્ષાચર એ પ્રમાણે, ૪ ‘પ્રથમ જિન’ એ પ્રમાણે, ૫ અથવા ‘પ્રથમ તીર્થંકર’ એ પ્રમાણે.
અરહત ઋષભ પ્રથમ રાજા શાથી કહેવાયા તેના અધિકાર આ પ્રમાણે જાણવા: કાળના પ્રભાવથી અનુક્રમે કષાયેા વધતા ચાલ્યા, અને યુગલિયાએ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેથી વિમલવાહન તથા ચક્ષુષ્માન નામના પહેલા અને બીજા કુલકરના સમયમાં હકારરૂપ દંડનીતી અસ્તિત્વમાં આવી. ધીમે ધીમે એ સમય પલટાયા. યશસ્વી અને અભિચંદ્ર નામના ત્રીજા અને
For Private & Personal Use Only
૪૮૯
elibrary.org