________________
કો
ખ્યાલ
તેઓને જ્યારે ભૂખ લાગતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતરસવાળા અંગુઠાને પોતાના મુખમાં નાંખતા. હતા. બીજા તીર્થકરો પણ તે જ પ્રમાણે બાલ્યાવસ્થામાં અમૃતરસનું પાન કરે છે, અને મોટા થતા અગ્નિથી પકવેલા આહારનું ભજન કરતા હતા. જ્યારે શ્રીભે દીક્ષા લીધી ત્યાંસુધી દેવોએ આણેલાં કુરૂક્ષેત્રના કલ્પવૃક્ષનાં ફળનું જ ભેજન કર્યું.
પ્રભુની ઉંમર એક વરસથી કાંઈક ઓછી હતી ત્યારે શક્રને વિચાર થયે કે:-“પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી એ મારે આચાર છે. પરંતુ પ્રભુની પાસે ખાલી હાથે કેમ જવાય? એટલે શકેંદ્ર એક મોટો શેરડીને સાંઠે લઈને, નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવી ઊભો રહ્યો. શેરડીનો સાંઠે જોઈને આનંદ પામેલા પ્રભુએ હાથ લંબાવ્યો. પ્રભુના મનોભાવ જાણનાર ઈંદ્ર શેરડીનો સાંઠો પ્રભુના ચરણ પાસે મૂકો, અને બોલ્યો કે:-“પ્રભુને ઈટ્સને અભિલાષ થવાથી તેઓને વંશ ઈક્વિાકુના નામથી ઓળખાઓ તથા પ્રભુના પૂર્વજોને ઈશુને અભિલાષ થવાથી તેઓનું ગોત્ર કશ્યપ તરીકે વિખ્યાત થાઓ.” એમ કહી શકેંદ્ર પ્રભુના વંશની સ્થાપના કરી.
હવે કેઈએક પુત્ર અને કન્યાને યુગલ (જેડલા)ને તેના માતાપિતા એક તાડના ઝાડ નીચે મૂકીને કાંઈક કામે ગયા હતા. દેવગે તે તાડનું એક ફલ તૂટીને છોકરા ઊપર પડ્યું અને તે બાળક તત્કાલ મૃત્યુ પામ્યો. આ પહેલું અકાલ મૃત્યુ થયું. હવે તે એકલી રહેલી કન્યાના માતાપિતા સ્વર્ગે ગયા પછી, તે બાળિકા એકલી જંગલમાં ફરતી હતી. અનુક્રમે તે યૌવન અવસ્થાને
-
Jain Education Interational
For Private & Personal Use Only
www.ainelibrary.org